Sankashti Chaturthi 2023: આજે સંકટ ચતુર્થી, જાણો જીવનની સમસ્યા દુર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત

Sankashti Chaturthi 2023: જો તમારા કોઈ કાર્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી હોય તો તે પણ ગણપતિજીની કૃપાથી દૂર થઈ શકે છે. આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી અને વ્રત કરવાથી વ્યક્તિને સુખ સૌભાગ્ય અને ધન પ્રાપ્ત થાય છે. 

Sankashti Chaturthi 2023: આજે સંકટ ચતુર્થી, જાણો જીવનની સમસ્યા દુર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત

Sankashti Chaturthi 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંકટ ચતુર્થીનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે સંકટ ચતુર્થી આઠ મે 2023 અને સોમવારે ઉજવાશે. આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા કોઈ કાર્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી હોય તો તે પણ ગણપતિજીની કૃપાથી દૂર થઈ શકે છે. આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી અને વ્રત કરવાથી વ્યક્તિને સુખ સૌભાગ્ય અને ધન પ્રાપ્ત થાય છે. 

આ પણ વાંચો: 

સંકટ ચતુર્થીનું શુભ મુહૂર્ત

ગણપતિજીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સંકટ ચતુર્થી નું વ્રત આઠમે અને સોમવારે રાખવામાં આવશે. સંકટ ચતુર્થી આઠમે અને સોમવારે સાંજે 6.18 કલાકથી શરૂ થશે અને મંગળવારે એટલે કે 9 મેના રોજ સાંજે 4.08 કલાક સુધી રહેશે. 

સંકટ ચતુર્થીનું ધાર્મિક મહત્વ

સંકટ ચતુર્થી ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પણ વિરોધ રાખી શકાય છે. સંકટ ચતુર્થી નું વ્રત સુખ સૌભાગ્ય આપનાર હોય છે. જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છો છો તો આ દિવસે વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવાથી સંતાન પ્રાપ્ત થશે. 

સંકટ ચતુર્થીની પૂજા વિધિ

આ દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરીને ગણપતિજીની પૂજાનો પ્રારંભ કરવો. સૌથી પહેલા પૂજા સ્થળને સાફ કરવું અને ત્યાર પછી હાથમાં જલ લઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યાર પછી ભગવાન ગણેશની મૂર્તિ ને હળદરનું તિલક કરવું અને તેમને દુર્વા તેમજ ફુલ અર્પણ કરવા. ઘી નો દીવો પ્રજ્વલિત કરવો. ત્યાર પછી વ્રત કથા વાંચી અને ગણેશજીની આરતી કરવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news