Budhwar Upay: બુધવારે કરી લો આ વિશેષ ઉપાય, દરિદ્રતા, ક્લેશ દુર કરી ગણેશજી આપશે સુખ, સમૃદ્ધિ અને સફળતાના આશીર્વાદ

Budhwar Upay: ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય તો દરેક કાર્ય સફળતા સાથે પૂર્ણ થાય છે. જે ઘર ઉપર ભગવાન ગણેશના આશીર્વાદ હોય ત્યાં માતા લક્ષ્મી પણ વાસ કરે છે. શાસ્ત્રો અનુસાર બુધવારના દિવસે ભગવાન ગણેશ સંબંધિત આ ઉપાયો કરવાથી ભગવાન ગણેશ ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સાથે વાસ કરે છે. જે ઘરમાં આ ઉપાય થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ વધે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

Budhwar Upay: બુધવારે કરી લો આ વિશેષ ઉપાય, દરિદ્રતા, ક્લેશ દુર કરી ગણેશજી આપશે સુખ, સમૃદ્ધિ અને સફળતાના આશીર્વાદ

Budhwar Upay: ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવતા છે. ઘરમાં કોઈપણ માંગલિક પ્રસંગ હોય કે શુભ કાર્ય શરૂ કરવાનું હોય તો સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય તો દરેક કાર્ય સફળતા સાથે પૂર્ણ થાય છે. જે ઘર ઉપર ભગવાન ગણેશના આશીર્વાદ હોય ત્યાં માતા લક્ષ્મી પણ વાસ કરે છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં આવતા દરેક બુધવાર પર ભગવાન ગણેશ સંબંધિત આ ઉપાયો કરવાથી ભગવાન ગણેશ ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સાથે વાસ કરે છે. જે ઘરમાં આ ઉપાય થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ વધે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

બુધવારના ચમત્કારી ઉપાય

આ પણ વાંચો:

કરજ મુક્તિના ઉપાય

જો તમારા ઉપર કરજ વધી ગયું હોય અને તમે અનેક પ્રયત્નો કરવા છતાં તેમાંથી મુક્ત થઈ શકતા ન હોય તો બુધવારના દિવસે સવા મુઠ્ઠી આખા મગ લઇ તેને બાફી લેવા. ત્યાર પછી તેમાં ખાંડ અને ઘી ઉમેરી ગાયને ખવડાવવા. આ ઉપાય સાત બુધવાર કરવાથી કરજમાંથી મુક્તિ મળશે.

બાળકોના અભ્યાસ માટે

અભ્યાસ કરતા બાળકોની બુદ્ધિ તીવ્ર કરવા માટે ભગવાન ગણેશની બુધવારના દિવસે વિધિપૂર્વક પૂજા કરવી. પૂજા કરતી વખતે ઓમ ગં ગણપતિ નમઃ મંત્રનો જાપ કરવો. 

અટકેલા કાર્યોમાં સફળતા માટે

તમારું કોઈ કાર્ય વારંવાર પ્રયત્ન કરવા છતાં અટકી જતું હોય અને સફળતા મળતી ન હોય તો આ કાર્યને પૂર્ણ કરવા માટે બુધવારે ભગવાન ગણપતિને 21 દુર્વાની ગાંઠ અર્પણ કરો. 

આ પણ વાંચો:

આર્થિક તમને દૂર કરવા

જીવનમાં આર્થિક તંગી દિવસે ને દિવસે વધતી જતી હોય તો બુધવારે ભગવાન ગણેશને 21 જાવંત્રી અર્પણ કરવી. માનવામાં આવે છે કે બુધવારે આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક વધે છે.

જો તમે કોઈ ઉપાય કરી ન શકો તો પણ બુધવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા રંગના કપડા અથવા તો મગની દાળનું દાન કરવું. આ સિવાય ગાયને લીલો ચારો ખવડાવવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news