Ravivar Upay: રવિવારે ભુલ્યા વિના કરો આ 7 કામ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Ravivar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે એટલે કે સૂર્યદેવના આશીર્વાદથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. જો તમે પણ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો. તો રવિવારના દિવસે આ સાત કામ જરૂરથી કરવા.

Ravivar Upay: રવિવારે ભુલ્યા વિના કરો આ 7 કામ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Ravivar Upay: ધાર્મિક માન્યતા અનુસાર રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી કારકિર્દીમાં સફળતા અને સારા આરોગ્યના આશીર્વાદ મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે એટલે કે સૂર્યદેવના આશીર્વાદથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. જો તમે પણ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો. તો રવિવારના દિવસે આ સાત કામ જરૂરથી કરવા.

રવિવારે કરો આ ઉપાય

આ પણ વાંચો:

1. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો રવિવારે ત્રણ સાવરણી ખરીદો. સાવરણીને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખો. બીજા દિવસે એટલે કે સોમવારે કોઈ પણ મંદિરમાં જઈને આ ત્રણ સાવરણીનું દાન કરો. આ ઉપાય કરવાથી દરિદ્રતા દૂર થાય છે. 

2. જો તમે તમારી મનોકામના પૂરી થાય તેવી ઈચ્છા ધરાવવો છો તો રવિવારે વહેલા સ્નાન કરી લેવું અને પછી મંદિરમાં આવેલા વડના ઝાડ નીચે જવું. ત્યાંથી એક પાન લેવું અને તેના ઉપર પોતાના મનની ઈચ્છા લખવી ત્યાર પછી આ પાનને વહેતા પાણીમાં વહાવી દેવું.

3. તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો રવિવારે પીપળાના ઝાડ નીચે ચાર વાટનો દીવો સંધ્યા સમયે કરવો તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.

4. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય અને તેના કારણે કારકિર્દીમાં સમસ્યાઓ આવતી હોય તો રવિવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા કરવી ત્યાર પછી જરૂરિયાત મંદ વ્યક્તિને ગોળ અને દૂધનું દાન કરવું.

5. રવિવારે સૂર્યદેવને જળ ચઢાવો તેમાં કંકુ ઉમેરી દેવું અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.

આ પણ વાંચો:

6. રવિવારે સવારે માછલીને લોટની ગોળીઓ ખવડાવો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

7. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો રવિવારના દિવસે રોટલી બનાવી તેમાં ગોળ મૂકીને ગાયને ખવડાવો આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news