Astro Tips: દુર્ભાગ્ય દુર કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારે છે રાઈના આ ટોટકા, કરજથી ઝડપથી થશો મુક્ત

Astro Tips: રસોડામાં ઉપયોગમાં આવતી રાઈ વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે. રાઈના ઉપાયો કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને સાથે જ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે. ટૂંકમાં કહીએ તો રાઈના કેટલાક ટોટકા કરવાથી સુતેલું ભાગ્ય જાગી જાય છે. 

Astro Tips: દુર્ભાગ્ય દુર કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારે છે રાઈના આ ટોટકા, કરજથી ઝડપથી થશો મુક્ત

Astro Tips: રાઈનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. રસોડામાં ઉપયોગમાં આવતી રાઈ વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે. તમે ઘણી વખત જોયું હશે કે લોકો નજર ઉતારવા માટે રાઈનો ઉપયોગ કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાઈના કેટલાક ઉપાયોથી નજરદોષ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. રાઈના ઉપાયો કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને સાથે જ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે. ટૂંકમાં કહીએ તો રાઈના કેટલાક ટોટકા કરવાથી સુતેલું ભાગ્ય જાગી જાય છે. ચાલો આજે તમને આવા જ કેટલાક ચમત્કારી અને અસરકારક રાઈના ટોટકા વિશે જણાવીએ જેને કરવાથી તમારું ભાગ્ય પણ બદલી શકે છે.

રાઈના ચમત્કારી ટોટકા

આ પણ વાંચો: 

ભાગ્યોદય માટે

જ્યારે તમને ભાગ્ય સાથ ન આપે અને તમારું કોઇપણ કામ બરાબર રીતે થતું ન હોય તો એક માટીના ઘડામાં પાણી ભરી તેમાં રાઈના દાણા ઉમેરો. ત્યાર પછી આ પાણીથી સ્નાન કરી લેવું તમને ભાગ્યનો સાથ મળવા લાગશે.

કામમાં આવતી બાધા દૂર કરવા

ઘણી વખત લોકો મહેનત તો ખૂબ કરે છે પરંતુ તેમને તેનું ફળ પ્રાપ્ત થતું નથી અને તેના કામ બનતા બનતા અટકી જાય છે. આવી સ્થિતિ હોય ત્યારે ગુરુવારના દિવસે રાઈનું દાન કરવું.

નજર દોષ ઉતારવા માટે

ઘરમાં કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી ગઈ હોય તો રાઈના થોડા દાણા અને સાત આખા લાલ મરચા અને મીઠું લઈ તે વ્યક્તિના માથા પરથી સાત વખત ઉતારો અને પછી તેને સળગાવી દો. આમ કરવાથી ખરાબ નજરની અસર ઉતરી જશે.

આ પણ વાંચો: 

ઘરમાં સુખ શાંતિ માટે

જો ઘરમાં વારંવાર લડાઈ-ઝઘડા થતા હોય અને આર્થિક સ્થિતિ ખરાબ રહેતી હોય તો પરિવારની આ સમસ્યાને દુર કરવા માટે રાઈનો આ ઉપાય કરવો. તેના માટે એક મુઠ્ઠી રાઈ, એક કપૂરનો ટુકડો, 3 લાલ મરચાં અને એક ચપટી મીઠું લઈ તેને એક કાગળમાં રાખો. ત્યારબાદ તેને આખા ઘરમાં ફેરવી અને ઘરની બહાર મુકી સળગાવી દો. આ ઉપાય મંગળવાર અથવા શનિવારે કરવાથી વધારે લાભ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news