Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ

Panchak: શાસ્ત્ર અનુસાર દરેક મહિનામાં પાંચ દિવસનું પંચક હોય છે. જૂન મહિનામાં પંચક 9 જૂને સવારે 9:00 કલાક થી શરૂ થશે તેનું સમાપન 13 જૂને બપોરે 3.45 મિનિટે થશે. આ દિવસો દરમિયાન કોઈપણ શુભ કાર્ય શરૂ ન કરવું.

Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ

Panchak: હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેના માટે મુરત જોવામાં આવે છે. શુભ મુહૂર્તમાં જ દરેક કાર્યની શરૂઆત કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ શુભ મુહૂર્ત દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ શાસ્ત્રોમાં અશુભ મુહૂર્તનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. આવું જ એક અશુભ મુહૂર્ત છે પંચક. પંચક દર મહિનામાં આવે છે જે પાંચ દિવસ સુધી હોય છે. આ પાંચ દિવસો દરમિયાન કેટલાક નવા કામ અને શુભ કામ કરવાની મનાઈ હોય છે. 

શાસ્ત્ર અનુસાર દરેક મહિનામાં પાંચ દિવસનું પંચક હોય છે. જૂન મહિનામાં પંચક 9 જૂને સવારે 9:00 કલાક થી શરૂ થશે તેનું સમાપન 13 જૂને બપોરે 3.45 મિનિટે થશે. આ દિવસો દરમિયાન કોઈપણ શુભ કાર્ય શરૂ ન કરવું.

આ પણ વાંચો:

પંચક કેવી રીતે લાગે છે ? 

શાસ્ત્ર અનુસાર ઘનિષ્ઠા, પુરવા, ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, રેવતી અને શતભિશા એમ પાંચ નક્ષત્ર જ્યારે ચંદ્રમામા ગોચર કરે છે ત્યારે પંચક લાગે છે. આ સમય દરમિયાન ચંદ્ર એક સાથે કુંભ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે. 

પંચક દરમિયાન ન કરવા આ કામ

મહિનામાં પંચકના દિવસો હોય ત્યારે કેટલાક કાર્ય કરવાથી બચવું જોઈએ. પાંચ દિવસ દરમિયાન દક્ષિણ દિશા તરફ યાત્રા કરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી દુર્ઘટના કે હાની થઈ શકે છે. કારણ કે આ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ ઉપરાંત પંચક દરમિયાન ઘર બનાવવું, છત રીપેર કરાવી જેવા અન્ય શુભકામ કરવાથી પણ બચવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news