Panchak March 2024: માર્ચ મહિનાની કઈ તારીખે શરુ થશે પંચક ? જાણો પંચકમાં શું કરવું અને શું નહીં..
Panchak March 2024: હિન્દુ ધર્મમાં પંચક યોગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પંચાંગ અનુસાર જ્યારે પંચક શરૂ થાય ત્યારથી 5 દિવસો દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવા જોઈએ નહીં.
Trending Photos
Panchak March 2024: હિન્દુ ધર્મમાં પંચક યોગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પંચાંગ અનુસાર જ્યારે પંચક શરૂ થાય ત્યારથી 5 દિવસો દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવા જોઈએ નહીં. માર્ચ મહિનામાં 8 તારીખ પંચક યોગ શરુ થશે. તેથી 8 માર્ચ થી 12 માર્ચ સુધી કેટલીક બાબતોને લઈને સાવધાન રહેવાની જરૂર છે. જણાવી દઈએ કે પંચક દરેક મહિનામાં પાંચ દિવસ હોય છે.
માર્ચ મહિનામાં પંચક
માર્ચ મહિનામાં 8 માર્ચે રાત્રે 9 કલાકથી પંચક યોગ શરૂ થશે સાથે જ આ દિવસે ભદ્રા યોગ પણ આ તારીખે હશે. માર્ચ મહિનામાં પંચક 12 માર્ચે ઉતરશે.
પંચક એટલે શું ?
પંચકનો અર્થ થાય છે કોઈપણ કાર્ય પાંચ વાર કરવું. પંચક વિશે કહેવાય છે કે આ સમય દરમિયાન કેટલાક કાર્ય કરવામાં આવે તો તેમાં વારંવાર અસુવિધા થાય છે અને તેને વારંવાર કરવું પડે છે. તેથી આ સમય દરમિયાન એવા કાર્ય ન કરવા જેનું રિપીટેશન યોગ્ય નથી.
મહાશિવરાત્રી અને પંચક
8 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રી પર હશે. જોકે ભગવાન શિવની પૂજામાં પંચક નડતું નથી. તેથી આ દિવસે રુદ્રાભિષેક સહિતની પૂજા કરવાથી લાભ થાય છે. પંચકની શરૂઆત થઈ હોવા છતાં પણ શિવજીની આરાધના અને પૂજા પાઠ કરી શકાશે.
પંચકમાં શું ન કરવું ?
પંચક દરમ્યાન કોઈ પણ પ્રકારના ઓપરેશન કરાવવા જોઈએ નહીં. જો ગંભીર સ્થિતિ ન હોય તો પંચક દરમિયાન દવા લેવાની શરૂઆત પણ ન કરવી. જે કાર્યોમાં રુચિ ન હોય તેવા કાર્યની શરૂઆત પણ પંચકમાં ન કરવી. સ્થાયી કાર્ય એટલે કે મકાન નિર્માણ, મકાનમાં બોરિંગ બનાવવું જેવા કાર્ય પણ પંચક દરમિયાન શરૂ ન કરવા. પંચક દરમિયાન નવી નોકરી માટે અપ્લાય કરવાથી પણ બચવું. પ્રમોશન માટેની પ્રક્રિયા પણ આ સમય દરમિયાન શરૂ કરવાનું ટાળવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે