ભારતનું સૌથી રહસ્યમયી ગામ! 400 વર્ષથી આ ગામમાં બાળકની કિલકારી ગુંજી નથી!

sanka shyam ji temple: નરસિંહગઢમાં આવેલ શ્યામજી સાંકા મંદિરને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. અહીંનું પ્રખ્યાત મંદિર 16-17મી સદીમાં રાજા સંગ્રામ સિંહ (શ્યામ સિંહ)ની યાદમાં તેમની પત્ની ભાગ્યવતી દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ભારતનું સૌથી રહસ્યમયી ગામ! 400 વર્ષથી આ ગામમાં બાળકની કિલકારી ગુંજી નથી!

Ban on child birth in Sanka Shyam village : આજે અમે તમને બતાવીશું ભારતનું એક એવું અનોખું ગામ જ્યાં 400 વર્ષથી બાળકની કિલકારી ગુંજી નથી. એટલે ગામની અંદર 17મી સદીથી અત્યાર સુધી કોઈ બાળકનો જન્મ થયો નથી. તો શું આ ગામ શાપિત છે કે કોઈ રીત-રિવાજ. આ અનોખા ગામની આ અનોખી પ્રથાની હકીકત જાણવા માટે અમારા સંવાદદાતા આ ગામમાં પહોંચ્યા. જો ગામમાં કોઈનો જન્મ નથી તો પછી ગામ આબાદ કેવી રીતે છે?. શું છે સમગ્ર હકીકત? જોઈશું આ અહેવાલમાં... 

  • 400 વર્ષથી નથી ગૂંજી કિલકારી
  • આબાદ ગામની 'વેરાન' પહેલી!
  • ભારતનું સૌથી રહસ્યમયી ગામ
  • 'શાપિત' ગામનું સત્ય શું છે?

આ છે મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાનું સાંકા શ્યામજી ગામ. લગભગ 2000ની વસ્તીવાળા આ ગામમાં 400 વર્ષથી કોઈપણ બાળકનો જન્મ થયો નથી. તમારા મનમાં સવાલ હશે કે જ્યારે અહીંયા 400 વર્ષથી બાળકનો જન્મ નથી થયો તો પછી આ ગામ આબાદ કઈ રીતે છે?. આ પહેલીને સમજવા માટે અમારા સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. સાંકા શ્યામજી ગામમાં ઝી મીડિયાના સંવાદદાતા પુષ્પેન્દ્ર વૈદ્યે સ્થાનિક લોકોને આ રહસ્યમયી દાવા અંગે પૂછ્યું તો તેમણે પણ તેને સમર્થન આપ્યું. જોકે જ્યારે તેના કારણ અંગે તપાસ કરવામાં આવી તો અકલ્પનીય, અવિશ્વસનીય દાવા સામે આવ્યા. 

  • ભારતનું સૌથી રહસ્યમયી ગામ
  • 'શાપિત' ગામની શું છે હકીકત?
  • 400 વર્ષથી બાળકનો નથી થયો જન્મ
  • મંદિર સાથે શું જોડાયેલું છે રહસ્ય?
  • ગામના લોકોની શું છે માન્યતા?
  • આબાદ ગામની વેરાન પહેલીનું શું છે સત્ય?

સાંકા શ્યામજી ગામમાં આ નામથી પ્રખ્યાત એક મંદિર પણ છે. જે 400 વર્ષથી કથિત શ્રાપનું કેન્દ્ર છે. અને આ આખી રહસ્યમયી કહાની મંદિર પરિસરની આજુબાજુ ફરતી જોવા મળે છે. 2000ની વસ્તીવાળા આ ગામમાં કોઈપણ એવું નથી જે એમ કહી શકે કે તેમનો જન્મ આ ગામમાં થયો છે. પરંતુ ઝી મીડિયાના સંવાદદાતાએ તે વ્યક્તિને શોધી કાઢ્યો જેમનો જન્મ આ જ ગામમાં થયો. જોકે તેમની સાથે વાતચીતમાં 400 વર્ષવાળું જે સત્ય સામે આવ્યું તેણે ગામમાં બાળકના જન્મ ન થવાની પહેલી ઉકેલવાની જગ્યાએ વધારે મુશ્કેલ બનાવી દીધી. 

દાવો છે કે આ ગામમાં જો બાળકનો જન્મ થયો તો તે બાળક કે તેની માતાની જિંદગી ખતરામાં આવી જશે. કે પછી બાળકને કોઈ ગંભીર બીમારી સામે ઝઝૂમવું પડશે. આ ડરના કારણે છેલ્લાં 400 વર્ષથી સાંકા શ્યામજી ગામની સરહદમાં કોઈ બાળકનો જન્મ થતો નથી. આ માન્યતાને માનતા હોવાના કારણે ગામના લોકો અહીંયા હોસ્પિટલ બનવા દેતા નથી અને 18 કિલોમીટર દૂર નરસિંહગઢ હોસ્પિટલમાં જઈને ડિલિવરી કરાવવી પડે છે... ઈમરજન્સીની સ્થિતિમાં સરકારે ગામની બહાર પ્રસૂતિ ગૃહ બનાવ્યું છે. એટલે સરકાર તરફથી પણ 400 વર્ષથી ચાલતી પરંપરા પર મહોર લાગેલી છે... આ ગામમાં જન્મ બાદ પહેલી કિલકારી પર લક્ષ્મણરેખા ખેંચાયેલી છે. જેનું કોઈપણ વ્યક્તિ ઉલ્લંઘન કરવા માગતું નથી. કેમ કે સવાલ પરિવારની એક નહીં બે-બે જિંદગીઓનો હોય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news