આવતીકાલે ભારત બંધનું એલાન: ગુજરાતમાં થશે અસર? જાણો કોણે અને શા માટે બંધનું કર્યું છે આહ્વાન

ભારત બંધના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે એસપીને સૂચનાઓ પાસ થઈ છે. સુપ્રિમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ રાજ્યોને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની અંદર પેટા-શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી

આવતીકાલે ભારત બંધનું એલાન: ગુજરાતમાં થશે અસર? જાણો કોણે અને શા માટે બંધનું કર્યું છે આહ્વાન

Bharat Bandh 2024: SC/ST  આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21 ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ (ભારત બંધ)નું આહ્વાન કર્યું છે. રાજસ્થાનમાં એસસી/એસટી જૂથોએ કહ્યું કે તેઓ બંધને સમર્થન આપે છે. મીડિયા અહેવાલો અનુસાર, કોઈપણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લામાં તૈનાતી વધારવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. ગુજરાતમાં આ મામલે અસર જોવા મળે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પોલીસ દ્વારા તૈયારીઓ કરાઈ છે. 

ભારત બંધના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે એસપીને સૂચનાઓ પાસ થઈ છે. સુપ્રિમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ રાજ્યોને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની અંદર પેટા-શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તો તેમને આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવશે. કોર્ટના નિર્ણયના વિરોધમાં અને કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગણી માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સંદર્ભે વરિષ્ઠ નાગરિકો અને પોલીસ અધિકારીઓએ કોઈ હિંસા ટાળવા માટે બંધની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે અનેક રાજ્યોમાં બેઠકો યોજી છે. 

ભારત બંધના એલાનની કોણે કરી છે જાહેરાત
આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ SC/ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં બુધવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

ભારત કેમ બંધ?
ગયા મહિને, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં રાજ્યોને એસસી અને એસટી જૂથોમાં પેટા-કેટેગરીઝ બનાવવાની મંજૂરી આપતા કહ્યું હતું કે જેમને ખરેખર જેમને જરૂર છે એમને આરક્ષણમાં પ્રાથમિકતા મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયે વ્યાપક ચર્ચા જગાવી હતી અને અહેવાલોએ દાવો કર્યો હતો કે ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ્ય અનામત અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો અને તેને ઉલટાવી દેવાની માંગ કરવાનો હતો. વિરોધનો સમગ્ર હેતુ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ઉજાગર કરવાનો છે. 

ઉલ્લેખનીય છે કે બુધવારે ભારત બંધને વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો તરફથી સમર્થન મળવાની આશા છે. આ મામલે ભાજપના સાંસદો મોદીને પણ મળ્યા હતા. આ મામલે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણય પર આજે રજૂઆત કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટતા કરી કે કેન્દ્ર કે રાજ્યની કોઇપણ સરકાર અનામત બાબતમાં કોઇ ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહી નથી. સુપ્રીમ કોર્ટનું માત્ર આ સૂચન છે અને તેના અણલવારી કરવા અંગે કોઇ વિચારણા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અનામત દુર કરવામાં આવશે તેવો ખોટો ભ્રમ ફેલાવી રહી છે.

શું છે ચૂકાદો

કોઈ એક સબકેટેગરીને 100 ટકા અનામત નહીં
જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે ગ્રાઉન્ડ હકીકતથી ઈનકાર કરી શકાય નહીં. એસસી/એસટીની અંદર એવી કેટેગરીઓ છે જેમણે સદીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે પેટા વર્ગીકરણનો આધાર એ છે કે મોટા સમૂહના એક સમૂહે વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે. જસ્ટિસ ગવઈએ ચુકાદામાં જણાવ્યું કે પેટા વર્ગીકરણની મંજૂરી આપતી વખતે રાજ્ય ફક્ત એક પેટા વર્ગ માટે 100% અનામત રાખી શકે નહીં. 

સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અર્થ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની અંદર પેટા વર્ગીકરણની મંજૂરી આપી દીધી છે. એટલે કે તેના દાયરામાં આવતી જાતિઓની અલગ અલગ કેટેગરી બનાવી શકાશે. સિલેક્ટેડ કેટેગરીની જાતિઓને નિર્ધારિત મર્યાદાની અંદર વધુ અનામત મળશે. દાખલા તરીકે કોઈ રાજ્યમાં 150 જાતિઓ SC કેટેગરીમાં આવે છે, રાજ્ય સરકાર ઈચ્છે તો તેની અલગ અલગ કેટેગરી બનાવીને તેમને અનામતમાં વેઈટેજ આપી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news