Astro Tips: જો જો મહિલાઓનું અપમાન ન કરતા...નબળો પડે છે આ ગ્રહ, પાઈ પાઈના મોહતાજ થઈ જશો

દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહ એક મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિના કર્મોની અસર પણ તેના પર પડે છે. સારા કર્મ કરવાથી તે ગ્રહ મજબૂત થાય છે તો અનૈતિક કાર્યો અને ભૂલ કરો તો તે ગ્રહ નબળા પણ પડે છે. ડુંગળીમાં ગ્રહોની નબળી સ્થિતિની અસર વ્યક્તિના જીવન પર પડે છે. તેના કારણે વ્યક્તિનું ભાગ્ય પ્રભાવિત થાય છે. દિવસ રાત મહેનત કર્યા બાદ પણ તે રાતો રાત ગરીબ અને કંગાળ થઈ જાય છે.

Astro Tips: જો જો મહિલાઓનું અપમાન ન કરતા...નબળો પડે છે આ ગ્રહ, પાઈ પાઈના મોહતાજ થઈ જશો

દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહ એક મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિના કર્મોની અસર પણ તેના પર પડે છે. સારા કર્મ કરવાથી તે ગ્રહ મજબૂત થાય છે તો અનૈતિક કાર્યો અને ભૂલ કરો તો તે ગ્રહ નબળા પણ પડે છે. ડુંગળીમાં ગ્રહોની નબળી સ્થિતિની અસર વ્યક્તિના જીવન પર પડે છે. તેના કારણે વ્યક્તિનું ભાગ્ય પ્રભાવિત થાય છે. દિવસ રાત મહેનત કર્યા બાદ પણ તે રાતો રાત ગરીબ અને કંગાળ થઈ જાય છે. અનેક પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે વ્યક્તિએ સમાજમાં નીચું જોવાપણું થાય છે. તેનું માન સન્માન ખતમ થઈ જાય છે. તેનું એક કારણ વ્યક્તિ દ્વારા ઘર અને બહાર મહિલાઓ સાથે ખોટો વ્યવહાર કરવું એ છે. તેનાથી વ્યક્તિના જીવનમાં સુખ આપનાર ગ્રહ શુક્ર નબળો અને નારાજ થઈ જાય છે. આવામાં ઘરમાં માતા લક્ષ્મી રહેતા નથી. આ સાથે જ વ્યક્તિના માન સન્માનને ઠેસ પહોંચે છે. 

જે ઘરમાં મહિલાઓની ઈજ્જત ન થાય, તેમને વાત વાતમાં અપમાનિત કરવામાં આવે, મહિલાઓને ગાળો બોલાય આવા ઘરમાં માતા લક્ષ્મી પાછા ફરી જાય છે. વ્યક્તિને ગરીબી અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આવો જાણીએ આમ કરવાથી કયા ગ્રહનો દોષ લાગે અને કયો ગ્રહ પ્રભાવિત કરે. 

મહિલાઓ જોડે સંકળાયેલો છે આ ગ્રહ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંડળીમાં ગ્રહોનું ખુબ મહત્વ હોય છે. ગ્રહોની ચાલ તેમની સ્થિતિ પર વ્યક્તિને ભાગ્ય મળે છે.  જે પણ વ્યક્તિ મહિલાઓનું અપમાન કરે તેમની મારપીટ કરે ત્યારે વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો પડે છે. તેના કારણે શુક્ર ગ્રહનો સંબંધ મહિલાઓ સાથે હોય છે. જે ઘરમાં મહિલાઓનું સન્માન ન થાય તે વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો પડે છે. સુખ શાંતિ સમૃદ્ધિ જતી રહે છે. ઘરમાં કલેશ અને દરિદ્રતાનો પ્રવેશ થાય છે. 

શુક્રની મજબૂતી જીવનમાં આપે છે ખુશી
શુક્ર ગ્રહની મજબૂતી વ્યક્તિના જીવનને ખુશહાલ કરે છે. વ્યક્તિ લકઝરી લાઈફ જીવે છે. આ સાથે જ ઘરમાં ખુશીનો માહોલ રહે છે. પરિવારમાં શાંતિ અને પ્રેમ વધે છે. આ ગ્રહ નબળો પડે તો બધુ જ હોય તો પણ તેનો આનંદ લઈ શકાતો નથી. તે પરેશાની અને અંદરથી દુખી રહે છે. 

શુક્રને મજબૂત કરવાનો ઉપાય
જે લોકો હંમેશા આર્થિક તંગીનો સામનો કરતા હોય તેની પાછળનું એક કારણ શુક્ર ગ્રહ નબળો હોઈ શકે છે. આવા વ્યક્તિઓએ જીવનમાં સફેદ ચીજોનું દાન કરવું જોઈએ. તેમાં ચોખા, ખાંડ, ખીર, મિસરી, અને વસ્ત્ર સામેલ છે. આ ચીજોને દાન કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 

શુક્ર ગ્રહને મજબૂત સ્થિતિમાં લાવવો હોય તો હંમેશા સાફ અને સ્વચ્છ કપડાં પહેરો. આ ઉપરાંત દરરોજ પરફ્યૂમ લગાવો. તેનાથી શુક્ર મજબૂત થાય છે. વ્યક્તિની પર્સનાલિટી પણ અલગ દેખાય છે. 

શુક્રને મજબૂત કરવા માટે ન્હાવાના પાણીમાં 2 એલચી નાખી દો. તેને થોડા પાણીમાં ઉકાળીને પછી ઠંડુ કરીને પાણીમાં નાખીને પણ સ્નાન કરી શકો છો. આમ કરવાથી શુક્ર મજબૂત થાય છે. આ સાથે જ સ્નાન કરતી વખતે “ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः" મંત્રનો જાપ કરો. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news