Navratri 2023: આઠમના દિવસે અજમાવશો આ ટોટકો, પતિદેવ રહેશે વશમાં, વધશે પ્રેમ
Garba Totke: શું એક લવિંગથી પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો દૂર થઈ શકે? શું એક લવિંગ લગ્ન કરાવી શકે? શું લવિંગથી તમારા ઘરમાં ફરી ખુશીઓ પરત આવી શકે? જાણવા માટે વાંચો સંપૂર્ણ આર્ટિકલ....
Trending Photos
Navratri Totke: દરેક પત્ની એવું ઈચ્છતી હોય છેકે, તેનો પતિ હંમેશા તેનું જ કહ્યું કરે. દરેક પત્ની એવું ઈચ્છતી હોય છેકે, તેનો પતિ હંમેશા તેના વશમાં રહે. જો તમે પણ તમારા પતિદેવને હંમેશા તમારા વશમાં રાખવા માંગતા હોવ તો નવરાત્રિની આઠમમાં આ ખાસ ઉપાય કરો. એના માટે તમારે કોઈ ખાસ મોટી તપસ્યા કરવાની જરૂર નથી. એ આસાન ઉપાયથી તમારા પતિદેવ હંમેશા તમારા વશમાં થઈને રહેશે. તે ઉપાય તમારા રસોડામાં જ પડેલો છે.
ઓફિસના ટેબલ પર રાખો આ ચમત્કારી વસ્તુઓ, પ્રમોશન અને સફળતા પાક્કી
Vastu Tips: ઘરમાં કરોળિયા કરાવશે મોટું નુકસાન, આજે જ કરી દેજો સાફ
જોજો એકવાર ચેક કરી લેજો તમારી હથેળી, આ રેખા હશે તો જીવનમાં પડશે આ મુશ્કેલીઓ
તમારા રસોડામાં ઉપયોગમાં લેવાતા એવા ઘણા મસાલા છે, જેનો ઉપયોગ જ્યોતિષશાસ્ત્રમાં ઘણા પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે કરવામાં આવે છે. આવા જ મસાલાઓમાંનું એક છે લવિંગ. સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ કેટલાક ખાસ ઉપાય તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના દ્વાર પણ ખોલી શકે છે.
Capsicum Benefits: સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી કમ નથી શિમલા મિર્ચ, આ બિમારીઓ માટે છે ફાયદાકારક
કયું હાડકું ખૂણીને કાંડા સાથે જોડે છે? જાણો આવી રસપ્રદ માહિતી
બ્લડ શુગરને નેચરલી કંટ્રોલ કરશે આ 5 યોગાસન, ડાયાબિટીઝના દર્દીઓ જરૂર નિકાળે 20 મિનિટ
મુખ્યત્વે શારદીય નવરાત્રિ સમયે લોકો લવિંગનો ઉપયોગ માતાને પ્રસન્ન કરવા માટે કરે છે. એવું માનવામાં આવે છે કે, માતાના ભોગમાં લવિંગ ચઢાવવાથી ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમારાં લગ્નમાં અડચણ આવતી હોય કે દાંપત્ય જીવનમાં તણાવ હોય, લવિંગના કેટલાક સરળ ઉપાય આ બધી જ સમસ્યાઓમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. નવરાત્રિ દરમિયાન ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કાઢવા માટે લવિંગ સાથે કપૂર સળગાવવામાં આવે છે અને તેના ધૂણાથી ખરાબ શક્તિઓ દૂર ભાગી જાય છે. જો તમારા લગ્ન જીવનમાં તણાવ હોય અને તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય તો તમે આઠમના દિવસે કેટલાક સરળ ટોટકાઓ અજમાવી શકો છો. જ્યોતિષ શાસ્ત્રીઓ પણ આ અંગે સુચનો કરતા હોય છે.
Satellite Calling Smartphone: સિગ્નલ રહે કે જાય, બંધ નહી થાય સ્માર્ટફોન, જાણો શું છે ખાસિયત
Health Tips: આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઇએ રીંગણ, નહીંતર મુશ્કેલીમાં મુકાશો
પતિને વશમાં રાખવા માત્ર લવિંગ જ કાફી છે:
જો તમારા ઘરમાં કારણ વગર જ પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હોય તો, તમે નવરાત્રીની આઠમના દિવસે માતા મહાગૌરીનું પૂજન કરો અને માતાને સુહાગની સામગ્રી ચઢાવો. સાથે-સાથે માતાની સામે ગુલાબની 7 પાંખડીઓ લઈને તેમાં બે લવિંગ રાખો અને માતાના ચરણમાં સમર્પિત કરો અને ઘરના કલેશને દૂર કરવાની પ્રાર્થના કરો.
લગ્નજીવનમાં પ્રેમ વધારવા અજમાવો લવિંગ:
જો તમને લગ્ન જીવનમાં પતિનો પ્રેમ ઓછો વર્તાઈ રહ્યો હોય તો, નવરાત્રિની આઠમના દિવસે 3 લવિંગ લાલ કપડામાં બાંધી કોઈ મંદિરમાં દાન કરી દો. આ ઉપાયથી એકબીજા સાથેના ઝગડાથી મુક્તિ મળશે અને પ્રેમ વધશે તેમજ દામ્પત્ય જીવન સુખમય રહેશે. તેની સાથે-સાથે વધુ એક ઉપાય પણ કરી શકો છો. આમાટે તમે આઠમના દિવસે માતા ગૌરીને લવિંગની જોડી ચઢાવો અને તેને દૂધ કે ચામાં નાખી તમારા પતિને પીવડાવો. લવિંગનો આ ઉપાય પણ દાંપત્યજીવનમાં પ્રેમ લાવશે.
Lactose Intolerant ના લીધે કરી શકતા નથી દૂધનું સેવન, તો Calcium માટે ખાવ આ 5 ફ્રૂટ્સ
આ 3 રાશિવાળાના શરૂ થશે સારા દિવસો, બુધ આપશે દરેક કામમાં સફળતા, કેરિયરમાં થશે પ્રગતિ
જલ્દી લગ્ન માટે પણ કામ લાગશે લવિંગઃ
જો તમારાં લગ્નમાં અડચણો આવતી હોય તો તમે નવરાત્રિની આઠમના દિવસે 4 લવિંગ સાથે હળદરની બે ગાંઠ લો અને તમારી મનોકામનાની પૂર્તિની પ્રાર્થના કરી ઘરની પાસેના કોઈ મંદિરમાં માતા ગૌરીને ચઢાવો. આ ઉપાયથી તમારાં લગ્નનો યોગ જલદી બનશે.
જલ્દી નોકરી માટે લવિંગનો ઉપાયઃ
જો તમારી નોકરીમાં અડચણો આવી રહી હોય તો નવરાત્રિની આઠમના દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એક લવિંગને તમારી ઉપરથી સાત વાર ફેરવો અને આ લવિંગને માતાની પાસે મૂકી દો. આ ઉપાય તમારા માટે બહુ જલદી નોકરીના યોગ બનાવશે.
Yoga in pregnancy: ગર્ભવતી મહિલાઓ કરી શકે છે આ 5 યોગાસન, મગજ રહેશે શાંત અને એંગ્ઝાઇટી થશે ઓછી
Rahu-Ketu Rashi Parivartan 2023: દિવાળી પહેલાં રાહુ-કેતુ ચમકાવશે આ 5 રાશિઓનું ભાગ્ય, થશે ધનના ઢગલા
ધનલાભ માટે લવિંગ:
જો તમારી પાસે ધનની ઉણપ હોય અને હાથમાં પૈસા ટકતા ન હોય તો નવરાત્રિની આઠમના દિવસે લવિંગનો એક ઉપાય અજમાવો. ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની સામે 5 લવિંગ અને 5 કોડી મૂકો અને નવરાત્રિ બાદ તેને ઘરની તિજોરીમાં મૂકો. લવિંગના આ ઉપાયથી તમારા ઘરની તિજોરી હંમેશાં ભરેલી રહેશે અને ક્યારેય પૈસાની અછત નહીં રહે.
(DISCLAIMER: આ તમામ માહિતી જનરલ જાણકારીના આધારે લખવામાં આવી છે. ઝી 24 કલાક આ પ્રકારની કોઈપણ અંધશ્રદ્ધા ફેલાવતી વાતની પુષ્ટી કરતું નથી.)
Durian: જેકફ્રૂટ જેવું દેખાતા આ ફળ એકવાર જરૂર ખાજો, અગણિત છે ફાયદા
Juices For Bones: કેલ્શિયમનો સારો સોર્સ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, દરરોજ પીશો તો હાડકાં થશે મજબૂત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે