Navratri 2023: અહીં 24 કલાકમાં ત્રણ વાર પોતાનું રૂપ બદલે છે માતાજી! દર્શન સાથે આવશે પ્રવાસની મજા
Navratri 2023: અહીં બે બહેનો તરીકે મંદિરમાં બિરાજમાન છે મા દુર્ગા, લાખો માઈભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે.
Trending Photos
Navratri 2023: આવતીકાલથી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારી નવરાત્રિમાં માતાના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળે છે. દેવી માતાના ઘણા મંદિરો દેશભરમાં પ્રસિદ્ધ છે, તેમાંથી એક મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલું છે, જે દેવાસ વાલી માતા તરીકે ઓળખાય છે. અહીંનું વાતાવરણ એટલું આહલાદક છેકે, તમને અહીં આવ્યાં પછી ક્યાંય જવાનું મન નહીં થાય. દર્શનની સાથો-સાથ અહીં તમને પ્રવાસનનો પણ આનંદ મળશે. આ ઉપરાંત અહીં જોવા મળતા ચમત્કાર અંગે સાંભળીને દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવે છે માઈભક્તો.
આ રીતે થયો હતો માતાનો જન્મઃ
કહેવાય છે કે જ્યારે અહીં માતા સતીનું લોહી પડ્યું ત્યારે બે દેવીઓનો જન્મ થયો હતો. બંને દેવીઓ એકબીજાની બહેનો છે. ભક્તો બંને દેવીઓને છોટી મા અને મોટી માના નામથી ઓળખે છે. મોટી માતાને તુલજા ભવાની અને નાની માતાને ચામુંડા દેવી માનવામાં આવે છે.
24 કલાકમાં બદલાય છે દેખાવઃ
માતા રાણીના આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે 24 કલાકમાં ત્રણ વખત પોતાનો રૂપ બદલી નાખે છે. આ સિવાય એવું કહેવાય છે કે અહીં માતા સતીનું લોહી પડ્યું હતું, જેના કારણે તેને રક્ત શક્તિપીઠ અથવા અર્ધ શક્તિપીઠનો દરજ્જો પણ મળ્યો છે.
સોપારી ખવડાવવાની પરંપરાઃ
અહીં આવનારા શ્રદ્ધાળુઓમાં એક અનોખી પરંપરા છે. અહીં માતા રાણીના દર્શન કરવા આવનાર ભક્ત પોતાની સાથે સોપારી પણ લાવે છે. નવરાત્રિના દિવસો સિવાય પણ લોકો આ બીડા માતા રાણીને ખવડાવતા હોય છે.
તેઓએ તપસ્યા કરી હતીઃ
દેવાસની માતા વિશે એવું કહેવાય છે કે ગોરખનાથ, રાજા ભર્ત્રીહરિ, સદગુરુ શીલનાથ મહારાજ જેવા અનેક પુરૂષોએ અહીં તપસ્યા કરી હતી. આ સિવાય રાજા વિક્રમાદિત્ય અને પૃથ્વીરાજ ચૌહાણ પણ માતા રાણીના દરબારમાં પ્રણામ કરતા હતા.
નવરાત્રિ પર ધસારો જણાય છેઃ
દેવાસની દેવીના દર્શન કરવા નવરાત્રી દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. કહેવાય છે કે અષ્ટમી અને નવમીના દિવસે રાજવી પરિવાર અહીં પૂજા કરે છે અને હવનમાં યજ્ઞ કરે છે. આ સિવાય અહીં શિખર દર્શનનું ખૂબ જ મહત્વ છે.
નવ દેવીઓનો વાસ:
દેવાસ વાલી માતા તરીકે જાણીતા મંદિરમાં મા ચામુંડા અને તુલજા ભવાની ઉપરાંત અન્ય નવ દેવીઓનો વાસ હોવાનું કહેવાય છે. જેના વિશે કહેવાય છે કે જેના પર માતા રાણીની કૃપા હોય છે તેનું કલ્યાણ થાય છે.
આ પણ ખાસ વાંચોઃ Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન!
આ પણ ખાસ વાંચોઃ આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
આ પણ ખાસ વાંચોઃ 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી...
આ પણ ખાસ વાંચોઃ ગુજરાત સત્તર અને બાસમતીને મુકો બાજુમાં, આ ચોખા ખાઈને ઘરડા પણ થઈ જાય છે જવાન!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે