ફટકડીના આ ચમત્કારી ઉપાય દુર કરી શકે છે જીવનની કોઈપણ સમસ્યા, ઉપાય કરવામાં પણ છે એકદમ સરળ

Fitkari Upay: ફટકડીનો ઉપયોગ માત્ર ઘરના કામમાં જ નહીં પરંતુ જ્યોતિષીય ઉપાયોમાં પણ થાય છે. કહેવાય છે કે ફટકડીના કેટલાક અસરકારક ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ફટકડીના ઉપયોગથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તો ચાલો તમને જાણાવીએ ફટકડીના આ ટોટકા વિશે.

ફટકડીના આ ચમત્કારી ઉપાય દુર કરી શકે છે જીવનની કોઈપણ સમસ્યા, ઉપાય કરવામાં પણ છે એકદમ સરળ

Fitkari Upay: ફટકડીનો ઉપયોગ ઘરેલૂ રીતે થાય છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં ફટકડીના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને નકારાત્મકતા પણ દૂર થાય છે. ફટકડી મીઠાના મોટા ટુકડા જેવી લાગે છે પરંતુ તેની અસર તેનાથી બિલકુલ અલગ છે. ફટકડીના ટુકડા પર્વતોના ખડકોમાંથી મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ માત્ર પાણીને શુદ્ધ કરવા માટે જ નથી થતો પરંતુ તે આપણા જીવનની ઘણી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. ચાલો જાણીએ ફટકડીના ઉપાયો વિશે.

વિવિધ સમસ્યાઓ દુર કરવાના ફટકડીના ઉપાય

આ પણ વાંચો:

વાસ્તુ દોષ 

ફટકડીનો ટુકડો વાસ્તુ દોષમાં મદદરૂપ થાય છે. જો તમારા ઘર કે ઓફિસમાં કોઈપણ પ્રકારના વાસ્તુદોષ હોય તો ફટકડીનો એક નાનો ટુકડો લઈને તેને ઘર કે ઓફિસના રૂમમાં રાખો. આનાથી તમને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મળશે અને ઘરમાં સુખ-શાંતિ આવશે.

ધન પ્રાપ્તિ માટે

જો તમને મહેનત કર્યા પછી પણ કોઈ કામમાં સફળતા ન મળી રહી હોય તો નહાવાના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરો. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સાથે જ ધન અને લાભનો પણ યોગ બને છે.

ક્લેશ દુર કરવા માટે

જો ઘરના સભ્યો વચ્ચે ઝઘડો થાય તો સૂતા પહેલા પલંગની નીચે એક ગ્લાસ પાણીમાં ફટકડી નાખી દો. હવે આ પાણીને સવારે પીપળના ઝાડમાં નાખી દો. તેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહેશે.

નોકરી માટે

જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો ફટકડીના પાંચ ટુકડા, 6 વાદળી ફૂલ અને એક કપડું બાંધીને માતાના મંદિરમાં અર્પણ કરો. આ પછી, બીજા દિવસે દેવી માતાને ચઢાવવામાં આવતી બધી વસ્તુઓ ઘરે લઇ આવો. વહેતા પાણીમાં ફૂલો વહાવી દો અને ઈન્ટરવ્યુમાં જતા પહેલા ફટકડીના ટુકડા તમારા ખિસ્સામાં રાખો. આ ઉપાય ચોક્કસપણે સફળતા લાવશે.

કરજ મુક્તિ માટે

જો તમે કરજમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો ફટકડીનો એક નાનો ટુકડો લઈને તેના પર લાલ સિંદૂર લગાવો. આ પછી તે ટુકડાને સોપારીમાં લપેટી અને તેને કાલવથી બાંધી દો. આ પછી તેને પીપળના ઝાડ નીચે મૂકી દો. આમ કરવાથી ઋણમાંથી ઝડપથી મુક્તિ મળશે

 

(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAKતેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news