મે મહિનામાં મોટા ગ્રહોનું ગોચર, 3 જાતકોનું ભાગ્ય ચમકશે, નવી નોકરી સાથે મળશે પ્રમોશન

Grah Gochar May 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે મહિનામાં ઘણા ગ્રહોના ગોચરની સાથે શુભ યોગ અને રાજયોગ બની રહ્યાં છે. આ ગ્રહોના સંયોગથી ત્રણ રાશિના જાતકોને ખુબ લાભ મળવાનો છે. 
 

મે મહિનામાં મોટા ગ્રહોનું ગોચર, 3 જાતકોનું ભાગ્ય ચમકશે, નવી નોકરી સાથે મળશે પ્રમોશન

નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મે મહિનો ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનાની શરૂઆતમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવાના છે. 1 મેએ ગુરૂ બૃહસ્પતિ મેષ રાશિથી નિકળી વૃષબ રાશિમાં પ્રવેશ કરવાના છે. આ સાથે તેમાં 3 મેએ અસ્ત થઈ જશે. આ સાથે 10 મેએ બુધ મેષ રાશિમાં, 14 મેએ સૂર્ય વૃષભ રાશિમાં અને શુક્ર 19 મેએ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ સાથે મીન રાશિમાં રાહુ અને મંગળની યુતિ બની રહી છે. ગ્રહોની સ્થિતિમાં આ ફેરફાર ઘણા જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. જાણો કઈ રાશિને મળશે મહાલાભ...

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે મહિનામાં ગ્રહોના ગોચરની સાથે-સાથે ઘણા શુભ યોગ પણ બની રહ્યાં છે. જ્યાં વૃષભ રાશિમાં ગુરૂ અને શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ, ગુરૂ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગ, રાહુ-મંગળની યુતિથી અંગારક યોગ, શનિ શશ રાજયોગ, મંગળના મીન રાશિમાં આવવાથી માલવ્ય, વૃષભરાશિમાં શુક્ર અને સૂર્યથી શુક્રાદિત્ય જેવા રાજયોગો બની રહ્યાં છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે મે મહિનો ખાસ રહી શકે છે, કારણ કે આ રાશિમાં ગુરૂનો પ્રવેશ થવાનો છે. આ સાથે વૃષભ રાશિમાં ગજલક્ષ્મી, શુક્રાદિત્ય, ગજકેસરી જેવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે અને ધન-સંપત્તિમાં વધારો થશે. પરિવારની સાથે સમય પસાર થશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. આ સમયે લાંબા સમયથી પ્રોજેક્ટ, ડીલ કે ઓર્ડર અટવાયેલો છે તે તમને મળી શકે છે. આ સાથે મે મહિનો તમને કરિયરમાં સારી સફળતા અપાવી શકે છે. નવી નોકરી મળી શકે છે. નોકરી કે અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું પણ પૂરુ થઈ શકે છે. 

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે મે મહિનો કોઈ વરદાનથી ઓછો નથી. દસમાં ભાવમાં  ગુરૂ બેસી આ રાશિના જાતકોને ખુબ લાભ અપાવશે. દસમો ભાવ પ્રસિદ્ધિ, લાભ અને ઓળખનો માનવામાં આવે છે. તેથી આ રાશિના જાતકોને ખુબ લાભની સાથે અચાનક ધનલાભ થઈ શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. પૈતૃક સંપત્તિથી અચાનક લાભ મળી શકે છે. આ સાથે તમે તમારી વાતચીતથી ખુબ સારૂ પરિણામ નોકરી અને બિઝનેસમાં મેળવી શકો છો. રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ મહિનો લાભકારી સિદ્ધ થઈ શકે છે. લવ લાઇફ સારી રહેવાની છે. 

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે મે મહિનો ખાસ રહેવાનો છે. આ રાશિના લગ્ન ભાવમાં શનિ બિરાજમાન છે. આ સાથે ચોથા ભાવમાં ગુરૂ રહેશે. ત્યારબાદ દસમાં ભાવમાં શુક્ર અને સૂર્ય પણ આવશે. એક સાથે આટલા શુભ ગ્રહોનો સંયોગ કુંભ જાતકોને લાભ અપાવી શકે છે. તમારૂ ધ્યાન કરિયર પર રહેશે. તેનાથી આવનારા સમયમાં તમને ફળ મળશે. તમારા કામની પ્રશંસા થશે. તેવામાં પ્રગતિનો માર્ગ ખુલી રહ્યો છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો નવી સંપત્તિમાં રોકાણ કરી શકો છો. તેમાં તમારો ખર્ચ વધારે થશે. પરંતુ ભવિષ્ય માટે તે સારૂ સાબિત થશે. પ્રેમના મામલે પણ આ મહિનો સારો રહેવાનો છે. પારિવારિક સમસ્યાથી છુટકારો મળી શકે છે. તેવામાં પરિવારમાં સુખ-શાંતિ રહેશે. 

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news