Mahashivratri 2023: આ 5 રાશિઓ પર હંમેશા રહે છે મહેદેવની ખાસ કૃપા, આ છે શુભ સંકેત
Mahashivratri 2023: કહેવાય છેકે, દરેક ભગવાનોમાં મહાદેવએ સૌથી ભોળા છે. એટલે જ શિવશંકરને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. તેઓ ભોળાભાવે દરેકની મનોકામના પુરી કરે છે. મહાદેવની આરાધના કરવાથી મનપસંદ ફળની પ્રાપ્તિ અને તમામ ઈચ્છા પુરી થાય છે. આ 5 રાશિ પર હંમેશા રહે છે આશિર્વાદ.
Trending Photos
Mahashivratri 2023: 18 ફેબ્રુઆરી એટલે કે આજે મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવ શંકરની આરાધનાથી લઈને શિવ સ્તુતિ, પૂજા-અર્ચના બધું કરવામાં આવે છે. જેનાથી તમને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે વૈદિક જ્યોતિષમાં 12 રાશિઓમાં ચાર એવી રાશિ છે જેના પર ભોલનાથની અસીમ કૃપા રહે છે.
મેષ:
મેષ રાશિના લોકો ભોલેનાથના પ્રિય માનવામાં આવે છે. આ રાશિના લોકો જો સોમવારે ભગવાન ભોલેનાથનું પૂજન હંમેશા કરે તો તેના જીવનમાં કોઈ કષ્ટ આવતું નથી. ક્યારેય તેને આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે.
ધન:
ધન રાશિના લોકો પણ ભગવાન ભોલેનાથના કૃપા મેળવનારામાં સૌથી આગળ છે. આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. નોકરી પણ લાગી શકે છે. ધનલાભ થઈ શકે છે. બિઝનેસમાં પ્રગતિ કરી શકો છો.
વૃશ્વિક:
વૃશ્વિક રાશિના લોકો પણ ભોલેનાથને પ્રિય છે. જો આ રાશિના લોકો શિવલિંગ પર નિયમિત જળ અર્પિત કરશે તો નસીબના દરવાજા ખૂલી શકે છે. ભોલનાથ ક્યારેય તેમના જીવનમાં મુશ્કેલી આવવા દેતા નથી. આ મહાશિવરાત્રિ વૃશ્વિક રાશિ ધરાવતા લોકો માટે દરેક મુશ્કેલીને સમાપ્ત કરનારી રહેશે.
કર્ક:
કર્ક રાશિના લોકો પણ શંકર ભગવાનને પ્રિય છે. આ વખતે મહાશિવરાત્રિ પર કર્ક રાશિના લોકોનો ભાગ્યોદય થશે. તેમને ખૂબ સફળતા મળશે. જો તમે બિઝનેસ કરો છો તો તમારા ધંધામાં તેજી આવશે. નોકરીમાં તમારું પ્રમોશન પાક્કું છે.
કુંભ:
આ રાશિના લોકો પણ ભગવાન શિવના પ્રિય હોય છે. આ રાશિના લોકો પર શિવ શંકરની વિશેષ કૃપા રહે છે. દરરોજ ભગવાન શિવની આરાધનાથી લોકોને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ મહાશિવરાત્રિ પર કુંભ રાશિના લોકોનું સૌભાગ્ય ચમકી ઉઠશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે