આ ત્રણ પાલતું પ્રાણીઓ ગરીબીને આપે છે આમંત્રણ, આટલું કરશો થઇ જશે લીલા લહેર!!!

Lal Kitab Ke Totke: જો સખત મહેનત કરવા છતાં ગરીબી તમારું ઘર છોડવાનું નામ નથી લઈ રહી તો તેની પાછળ તમારી કુંડળીમાં બુધની નબળી સ્થિતિ હોઈ શકે છે. આજે અમે આ સમસ્યાને દૂર કરવા માટે બુધના કેટલાક ઉપાય જણાવીએ છીએ. 

આ ત્રણ પાલતું પ્રાણીઓ ગરીબીને આપે છે આમંત્રણ, આટલું કરશો થઇ જશે લીલા લહેર!!!

દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જે અમીર બનવા માંગતી ન હોય, પરંતુ દરેક વ્યક્તિ પાસે આવું સૌભાગ્ય નથી હોતું. ઘણા લોકો સખત મહેનત કરવા છતાં ગરીબીનો માર સહન કરવા મજબૂર છે. સનાતન ધર્મના વૈદિક ગ્રંથો અનુસાર તેનું કારણ કુંડળીમાં બુધ ગ્રહની નબળી સ્થિતિ છે. જેના કારણે તે વ્યક્તિને જીવનભર અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે. લાલ કિતાબમાં આ પરિસ્થિતિઓના નિરાકરણ માટેના સચોટ ઉપાયો આપવામાં આવ્યા છે. જેને અપનાવીને તમે તમારી કુંડળીમાં બુધ ગ્રહને બળવાન બનાવીને ગરીબી દૂર કરી શકો છો.

મંદિરમાં જળ અર્પણ કરો
દર સોમવારે મંદિરમાં જઈને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ. આ સાથે થોડો સમય મંદિરમાં બેસીને ત્યાં ભગવાનની સાચા મનથી પૂજા કરો. આમ કરવાથી મહાદેવની કૃપા વરસે છે અને યોગ્ય કાર્યો સિદ્ધ થવા લાગે છે. અઠવાડિયામાં એકવાર જરૂરિયાતમંદોની સેવા કરવાથી પણ પુણ્ય મળે છે.

દૂધ અને ચોખાનું દાન કરો
લાલ કિતાબ અનુસાર જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તો તમારે કોઈ ધાર્મિક સ્થાન પર જઈને દૂધ અને ચોખાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી પુણ્ય મળે છે અને ગ્રહોની સ્થિતિ સુધરે છે. કાગડાને ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે.

આ 3 જીવોને ક્યારેય ન રાખો
સતત ગરીબીનો સામનો કરી રહેલા લોકોએ પોપટ, ઘેટા અને બકરી ન રાખવી જોઈએ. આ ત્રણ જીવો ગરીબીને આમંત્રણ આપે છે. એવું કહેવાય છે કે જે લોકો આ જીવોને રાખે છે તેમને હંમેશા ગરીબીનું જીવન જીવવાનો શ્રાપ મળે છે. આ સિવાય કુંડળીમાં બુધની સ્થિતિને મજબૂત બનાવવા માટે ભૂલથી પણ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news