Vastu Tips: રસોડામાં ક્યારેય ખુટવી ન જોઈએ આ વસ્તુઓ, ખાલી થવાથી માં લક્ષ્મી થાય છે નારાજ

Vastu Tips for Kitchen: વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારેય ખાલી થવા દેવી નહીં. જો આ વસ્તુઓ ખાલી થઈ જાય તો તેનાથી દોષ લાગે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તો ચાલો તમને જણાવીએ રસોડાની એવી કઈ વસ્તુઓ છે જેને ખાલી થવા દેવી નહીં.

Vastu Tips: રસોડામાં ક્યારેય ખુટવી ન જોઈએ આ વસ્તુઓ, ખાલી થવાથી માં લક્ષ્મી થાય છે નારાજ

Vastu Tips for Kitchen: ઘરનું મહત્વનો ભાગ રસોડું હોય છે. જો તમે રસોડા સંબંધિત વસ્તુ નિયમોનું પાલન કરો તો તેનાથી લાભ થાય છે. પરંતુ જો રસોડામાં જ વાસ્તુદોષ હોય તો તેનાથી પરિવારના લોકોના જીવનમાં પણ સમસ્યાઓ આવતી રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારેય ખાલી થવા દેવી નહીં. જો આ વસ્તુઓ ખાલી થઈ જાય તો તેનાથી દોષ લાગે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તો ચાલો તમને જણાવીએ રસોડાની એવી કઈ વસ્તુઓ છે જેને ખાલી થવા દેવી નહીં.

લોટ

દરેક ભારતીય રસોડામાં લોટને ડબ્બામાં ભરીને રાખવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો ડબ્બો ત્યારે જ ભરે છે જ્યારે તે સાવ ખાલી થઈ જાય. વાસ્તુ અનુસાર આવું ક્યારેય કરવું નહીં. જો ઘરમાં લોટ સાવ ખાલી થઈ જાય તો તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. અને ઘરમાં રહેતા લોકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે તેથી લોટનો ડબ્બો સાવ ખાલી થઈ જાય તે પહેલા જ તેને ભરી દેવો.

ચોખા

ચોખા પણ દરેક ઘરના રસોડામાં ડબ્બામાં ભરીને રાખવામાં આવે છે. આ વસ્તુ પણ એવી છે જેને ક્યારેય ખાલી થવા દેવી નહીં. વાસ્તુ અનુસાર રસોડામાં રાખેલા ચોખા શુક્ર ગ્રહ સંબંધિત છે જો તમારા રસોડામાં ચોખા ખાલી થઈ જાય તો તેનાથી શુક્ર દોષ લાગે છે અને ઘરમાં ભૌતિક સુખ અને ઐશ્વર્ય ઘટે છે.

હળદર

મસાલાની વાત કરીએ તો હળદર સૌથી મુખ્ય મસાલો છે. વાસ્તુ અનુસાર ઘરના રસોડામાં જો હળદર સાવ ખાલી થઈ જાય તો તેનાથી ગુરુ દોષ લાગે છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે. તેથી હંમેશા ધ્યાનમાં રાખવું કે હળદર રસોડામાં ખાલી ન થાય. સાથે જ હળદર કોઈ પાસેથી ઉધાર લેવી પણ નહીં. જો તમે હળદર કોઈ પાસેથી માંગીને લો છો તો તેનાથી બનતા કામ બગડવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news