King of Salangpur: દેશની પહેલી પંચધાતુમાંથી બનેલી 54 ફૂટ ઊંચી મૂર્તિ અને 27 ફૂટ લાંબી ગદા, અન્ય વિશેષતાઓ તો જાણી ચોંકી જશો
King of Salangpur: ગુજરાતના બોટાદ જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે બજરંગબલીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન મંદિર પ્રબંધનના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
Trending Photos
King of Salangpur: અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂર બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ ઉંચી હનુમાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિર સમિતિના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હનુમાનજીની આ મૂર્તિ પાંચ ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવી છે. પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે.
‘કિંગ ઓફ સાળંગપુર’
‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિ 54 ફુટ ઉંચી છે. આ મૂર્તિનું મુકુટ 7 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે તેમજ મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. ‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિનું નિર્માણ પંચધાતુમાંથી કરવામાં આવ્યું અને તેમાં પંચધાતુની જાડાઇ 7 એમએમ જેટલી છે. 54 ફુટ ઉંચી આ પ્રતિમા હરિયાણાના માનેસરમાં તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન 30 હજાર કિલો છે અને તે લગભગ 5000 વર્ષ સુધી અડીખમ રહે તેટલી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.
મુકુટ: 7 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
મુખારવિંદ: 6.5 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
હાથનું કડુ: 15 ફૂટ ઊંચુ, 3.5 ફૂટ પહોળું
હાથ: 6.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
પગ: 8.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
આભૂષણ: 24 ફૂટ લાંબા, 10 ફૂટ પહોળા
પગના કડા: 15 ફૂટ ઊંચા, 2.5 ફૂટ પહોળા
ગદા: 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી
આ પણ વાંચો:
રેશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, 2024 સુધી મોદી સરકારે કરી નવી સુવિધા
Gold Silve:ભાભીની ઇચ્છા પૂરી કરવાનો ભાઇને મળ્યો મોકો,કારણ કે સસ્તું થઇ ગયું છે સોનું
જૂની પેન્શન પર કેન્દ્ર સરકારનો મોટું પગલું, નાણામંત્રીએ સંસદમાં કર્યું એલાન
હનુમાન દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી
આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા. બેઝની ચારે બાજુ હનુમાન દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. સ્ટીલના સ્ટ્રક્ચરથી તૈયાર થયેલી આ પ્રતિમાને ભૂકંપની અસર થશે નહીં. પ્રતિમાના અલગ અલગ પાર્ટ એક હજાર કિમી દૂરથી સાળંગપુરમાં ગયા ઓક્ટોબરમાં લવાયા હતા. પ્રતિમા બનાવવા થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને સીએનસી મશીનનો ઉપયોગ કરાયો હતો.
ભોજનાલયની વિશેષતા
55 કરોડના ખર્ચે આ ભોજનાલય બનાવવામાં આવ્યું છે
3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે આ ભોજનાલય
એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલ પર બેસીને જમી શકે છે
ગુજરાતમાં સૌથી વધારે ટેકનોલોજી થી સજ્જ છે આ ભોજનાલય
થર્મલ બેજ થી અહીંયા રસોઈ તૈયાર થશે અને એક સાથે 15 હજાર લોકોની રસોઈ માત્ર કલાક માં જ બની જશે તેવી મશીનરી થી સજ્જ છે
વિશાળ બગીચાનું પણ આયોજન
મૂર્તિની આસપાસ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવાના શોખીનો પણ અહીં આવે અને પર્યટન સ્થળ સાથે હનુમાનજી દાદાના દર્શન કરે તેવા આશ્રય સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.
આ પણ વાંચો:
દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધાર્યો
ડેટિંગ એપ પર પ્રેમ શોધતા હોવ તો સાવધાન! આ વ્યક્તિએ ગુમાવ્યા 14 કરોડ રૂપિયા
સાવધાનઃ શું તમે તો નથી ખાતાને આવી કેરી! કરી રહી છે તમારા શરીરને ખલાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે