Vastu Tips For Success: નોકરીમાં પ્રમોશન અને વેપારમાં નફા માટે કાર્યસ્થળ પર રાખો આવા રંગની ગણેશ મૂર્તિ

Vastu Tips For Success: વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ભગવાન ગણેશની કયા રંગની મૂર્તિ સ્થાપિત કરો છો તે મહત્વનું હોય છે તેની અસર તમારા જીવન પર પણ પડે છે.. જો તમે ભગવાન ગણેશની સફેદ રંગની પ્રતિમા સ્થાપિત કરો છો તો તેનાથી પરિવારને લાભ થાય છે.

Vastu Tips For Success: નોકરીમાં પ્રમોશન અને વેપારમાં નફા માટે કાર્યસ્થળ પર રાખો આવા રંગની ગણેશ મૂર્તિ

Vastu Tips For Success: ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ માંગલિક કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજા સાથે જ થાય છે. શાસ્ત્રોમાં પણ ભગવાન ગણેશની પૂજા નિયમિત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ કરવાથી જીવનમાં સુધારો થાય છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પોતાની કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છતી હોય તો તેને ગણેશજીની ખાસ પ્રકારની પ્રતિમા પોતાના કાર્ય સ્થળ પર સ્થાપિત કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નોકરી કે વેપારના કાર્યસ્થળે રાખવાની ગણપતિ મૂર્તિના ખાસ નિયમ હોય છે. જો આ નિયમ અનુસાર તમે ગણપતિજીની મૂર્તિ કાર્ય સ્થળ પર સ્થાપિત કરો છો તો તમે જીવનમાં પ્રગતિ કરો છો અને આવક પણ વધે છે. નોકરીમાં ઝડપથી પ્રમોશન મળે છે અને વેપારમાં નફો થાય છે.

ભગવાન ગણેશની મૂર્તિનો રંગ

વાસ્તુશાસ્ત્રમાં ભગવાન ગણપતિની મૂર્તિના રંગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ભગવાન ગણેશની કયા રંગની મૂર્તિ સ્થાપિત કરો છો તે મહત્વનું હોય છે તેની અસર તમારા જીવન પર પણ પડે છે.. જો તમે ભગવાન ગણેશની સફેદ રંગની પ્રતિમા સ્થાપિત કરો છો તો તેનાથી પરિવારને લાભ થાય છે. જો બાળકોના રૂમમાં તેના ટેબલ પર ગણપતિની મૂર્તિ રાખવી હોય તો તે મૂર્તિ પીળા અથવા તો આછા લીલા રંગની હોવી જોઈએ.

કાર્ય સ્થળ પર ગણપતિજીની મૂર્તિ

જો તમે નોકરી કરતા હોય અને ઝડપથી પ્રમોશન કે પગાર વધારો મેળવવો હોય અથવા તો વેપાર કરતા હોય અને વેપારમાં નફો મેળવવો હોય તો કાર્યસ્થળ પર ગણપતિજીનની ઊભી પ્રતિમા સ્થાપિત કરો. જોકે ખાસ ધ્યાન રાખવું કે ગણપતિજીની મૂર્તિ એવી રીતે સ્થાપિત કરવી જેમાં તેમનું મુખ દક્ષિણ દિશા તરફ ન હોય. કાર્ય સ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિને ઉત્તર દિશામાં સ્થાપિત કરવી અત્યંત શુભ ગણાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news