અહીં હવામાન વિભાગ નહીં મંદિર કરે છે વરસાદની આગાહી, મંદિરની છત જણાવે છે કેવું રહેશે ચોમાસું

Monsoon Temple: વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે અને કેટલો વરસાદ થશે તેની એકદમ સટીક ભવિષ્યવાણી આ મંદિર કરે છે. આ કારણ છે કે આ મંદિરને મોસમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર કાનપુરના ઘાટમપુરમાં આવેલું છે. જગન્નાથ મંદિર 4000 વર્ષ જૂનું છે. 

અહીં હવામાન વિભાગ નહીં મંદિર કરે છે વરસાદની આગાહી, મંદિરની છત જણાવે છે કેવું રહેશે ચોમાસું

Monsoon Temple: ભારતમાં એવા ઘણા મંદિરો છે જે અદભુત શક્તિઓ ધરાવે છે. આવા રહસ્યમય મંદિરો પાછળ શું ચમત્કાર છે તેનું કારણ વિજ્ઞાન પણ જાણી શક્યું નથી. તેવામાં આજે તમને વધુ એક ચમત્કારિક મંદિર વિશે જણાવીએ. આ મંદિર વર્ષોથી વરસાદની આગાહીને લઈને પ્રખ્યાત છે. લોકોનું માનવું છે કે વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે અને કેટલો વરસાદ થશે તેની એકદમ સટીક ભવિષ્યવાણી આ મંદિર કરે છે. આ કારણ છે કે આ મંદિરને મોસમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર કાનપુરના ઘાટમપુરમાં આવેલું છે. જગન્નાથ મંદિર 4000 વર્ષ જૂનું છે અને અહીં ચોમાસાને લઈને ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ એકમાત્ર જગ્યા છે જ્યાં હવામાન વિભાગ નહીં પરંતુ મંદિર ચોમાસાને લઈને આગાહી કરે છે. આ મંદિરના ગુબંજમાંથી પડતું પાણી દર્શાવે છે કે વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે.

આ પણ વાંચો: 

કેવી રીતે થાય છે ચોમાસાની આગાહી ? 

ચોમાસાના દસથી પંદર દિવસ પહેલા મંદિરના ગુંબજ પર જો પાણીના ટીપા વધારે જોવા મળે તો વરસાદ સારો એવો થાય છે. જો મંદિરનું ગુમ્બજ એકદમ સુકાયેલું રહે તો અર્થ થાય છે કે આ વર્ષે વરસાદ બરાબર નહીં થાય. જો પાણી ઓછું હોય તો ઓછો વરસાદ થાય છે. આ રીતે વર્ષોથી અહીં ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરવામાં આવે છે. માત્ર કાનપુર જ નહીં પરંતુ આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ જગન્નાથ મંદિરમાં જોવા મળતા આ ચમત્કારની રાહ જોતા હોય છે. 

ખાસ વાત એ છે કે મંદિરમાંથી દર વર્ષે જે સંકેત મળે છે તે આજ સુધી ક્યારેય ખોટા સાબિત થયા નથી. એટલે કે ચોમાસુ એવું જ રહે છે જેવો મંદિરમાંથી સંકેત મળે છે. ભારતીય પુરાતત્વ વિભાગના સંરક્ષિત સ્મારકોમાંથી એક આ મંદિર દેશના વૈજ્ઞાનિકો માટે પણ રહસ્યનો વિષય છે. મંદિરના પૂજારી જણાવે છે કે ભગવાનની ઉપરનો ગુંબજ જ્યારે પાણીના ટીપા થી લબા લબ જોવા મળે તો સમજી જવું કે વરસાદ સારો થશે. પરંતુ જો આ ગુંબજ સુકો હોય તો વર્ષ દરમિયાન વરસાદ પણ ઓછો થાય છે. આ મંદિર પર વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ પણ કરવામાં આવ્યું છે.

કાનપુરના જગન્નાથ મંદિરનો ઇતિહાસ

મંદિર વિશે કહેવામાં આવે છે કે અનેકવાર આ મંદિરને તોડવામાં આવ્યું અને ફરીથી બનાવવામાં આવ્યું છે. ભારતીય પુરાતત્વ વિભાગ અનુસાર મંદિરના પથ્થરની કાર્બન ડેટિંગ થી જાણવા મળ્યું છે કે આ મંદિર 4000 વર્ષથી પણ વધારે જૂનું છે. ભગવાન જગન્નાથ નું આ મંદિર ત્રણ ભાગમાં બનેલું છે. જેમાં ગર્ભ ગૃહનું એક નાનકડો ભાગ છે. તેની સાથે જ એક મોટો ભાગ છે. આ ત્રણેય ભાગ અલગ અલગ સમયમાં બનેલા છે. મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત છે.

મંદિરની અંદર પદ્મનાભના પદચિન્હ પણ બિરાજમાન છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મંદિરના ઇતિહાસને લઈને ઘણા બધા મતભેદ છે પ્રાચીન કાળમાં અલગ અલગ રાજાઓએ આ મંદિરનો ઝરણોદ્ધાર કર્યો છે. આ મંદિરના ગુંબજમાં સૂર્ય ચક્ર લાગેલું છે જે ખૂબ જ મહત્વનું છે. આ ચક્રના કારણે આ વિસ્તારમાં ક્યારેય આકાશીય વીજળી પડી નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news