તમને પણ પલંગ નીચે આવી વસ્તુઓ રાખવાની આદત છે ? તો તમે આપી રહ્યા છો અલક્ષ્મીને આમંત્રણ

Vastu For Bed: ઘણા લોકોને આદત હોય છે કે તેઓ બેડમાં બનાવેલા ખાનામાં અથવા તો બેડની ઘણી બધી વસ્તુઓ રાખે છે. ઘણા લોકો તો ગાદલાની નીચે પણ વસ્તુઓ સાચવી રાખતા હોય છે આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ રીતે બેડની નીચે વસ્તુઓ રાખવાથી ઘરમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે બેડની નીચે કઈ કઈ વસ્તુઓ રાખવી નહીં.

તમને પણ પલંગ નીચે આવી વસ્તુઓ રાખવાની આદત છે ? તો તમે આપી રહ્યા છો અલક્ષ્મીને આમંત્રણ

Vastu For Bed: વાસ્તુશાસ્ત્રમાં વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી સકારાત્મક ઊર્જાના સંચારને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જે રીતે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરમાં સાફ-સફાઈ રાખવાથી સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને લક્ષ્મીજી આવા ઘરમાં વાસ કરે છે. તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ કેટલાક આવા કામો વિશે જણાવ્યું છે જેને કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે. જો તમે આ બાબતોનું ધ્યાન ન રાખો તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને ઘરમાં કલેશ વધે છે સાથે જ અલક્ષ્મીનો વાસ થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક જગ્યાની જેમ બેડરૂમને લઈને પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને બેડરૂમમાં બેડ ને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ બેડ ની અંદર રહેલા ખાનામાં અને બેડમાં ઘણી બધી વસ્તુઓ રાખે છે. ઘણા લોકો તો ગાદલાની નીચે પણ વસ્તુઓ સાચવી રાખતા હોય છે આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ રીતે બેડની નીચે વસ્તુઓ રાખવાથી ઘરમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે બેડની નીચે કઈ કઈ વસ્તુઓ રાખવી નહીં.

આ પણ વાંચો:

બેડની નીચે ન રાખો આ વસ્તુઓ

ઇલેક્ટ્રોનિક સામાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં બેડની અંદર ખાના હોય તો તેમાં ઇલેક્ટ્રોનિક સામાન ક્યારેય ન રાખવો. તેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે સાથે જ તે બેડ પર સૂતી વ્યક્તિને માનસિક સ્થિતિ પણ બગડે છે.

કપડાં ની પોટલી

ઘણી મહિલાઓને આદત હોય છે કે ઘરના એક્સ્ટ્રા કપડાં ની પોટલી વાળીને પલંગની અંદરના ખાનામાં મૂકી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ આદત પણ ખૂબ જ ખોટી છે. પલંગની અંદર કપડાના ડૂચા ભરવાથી વાસ્તુ દોસ્ત ઉત્પન્ન થાય છે અને ઘરની સુખ-શાંતિ છીનવાઇ જાય છે.

લોઢા કે પ્લાસ્ટિકની વધારાની વસ્તુઓ

વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગની નીચે લોઢા કે પ્લાસ્ટિકની વધારાની વસ્તુઓ રાખવી જોઈએ નહીં તેનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે.

જાડુ

પલંગની નીચે ક્યારેય જાડું રાખવું નહીં આમ કરવાથી અ લક્ષ્મી ઘરમાં આવે છે સાથે જ તે બેડ ઉપર સુનાર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે આ વિવેકથી વારંવાર બીમાર પડે છે.

કાચ, જૂતા-ચપ્પલ

બેડની નીચે ખાના ખાલી હોય તો પણ કોઈ પણ પ્રકારની ધાતુ, કાચ કે જૂતા ચપ્પલ જેવી વસ્તુઓ અંદર રાખવાનું ટાળવું. તેનાથી ઘરમાં અલક્ષ્મી વાસ કરે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news