Intimate Scene: ફિલ્મોમાં બોલ્ડસીન વખતે કેમ તકીયો, સિલિકોન, લે ગાર્ડ, નિરોધ અને દૂધી રાખવામાં આવે છે સાથે?

HOW TO SHOOT INTIMATE SCENE: બ્યૂટી શોટ્સમાં ગળે મળવું, કિસ કરવી, હાથ સાથે હાથ મળાવીને સ્પર્શ કરવો આ બધા સીન ક્રિએટ કરવા માટે કેમેરા એંગલને એ રીતે રાખવામાં આવે જેથી બોડી પાર્ટને કવર કરી શકાય. આ બધી ટેક્નીકસનો ઉપયોગ કરાય છે.

Intimate Scene: ફિલ્મોમાં બોલ્ડસીન વખતે કેમ તકીયો, સિલિકોન, લે ગાર્ડ, નિરોધ અને દૂધી રાખવામાં આવે છે સાથે?

INTIMATE SCENE: જેમ જેમ સમય વીતતો ગયો તેમ ફિલ્મોમાં કિસીંગ સીન અને અંતરગ દ્રશ્યો દેખાડવામાં છૂટછાટ વધતી ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દી ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન્સ માટે કો-ઓર્ડિનેશન ટીમ કામ કરે છે. દર્શકોને લાગે છે કે સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ થયું પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. ઘણીવાર આપણે ફિલ્મો જોઈએ ત્યારે મનમા સવાલ થતા હોય છે કે કલાકારો આવા દ્રશ્યો કેવી રીતે ભજવતા હશે? શું આવા દ્રશ્યો ભજવતી વખતે કલાકારોને કંઈ નહીં થતું હોય?

તો જાણો ફિલ્મના સેટ પર આ બાબતોના સમાધાન માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જાણો ફિલ્મના શૂટિંગ વખતે ખાસ કરીને બોલ્ડ સીન શૂટ કરતી વખતે કેમ તકીયો, સિલિકોન, લે ગાર્ડ, નિરોધ અને દૂધી કેમ રાખવામાં આવે છે સાથે?

લીલી શાકભાજી:
વેબસિરીઝ અને સિરીયલ્સના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસરે આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે જ્યારે કોઈ એકટર કે એક્ટ્રેસને કિસીંગ સીન કરવામાં વાંધો હોય ત્યારે કોઈ શાકભાજી પકડાવી દે છે. લીલી શાકભાજીને કિસ કરતો શોટ લેવામાં આવે છે. બાદમાં તેને એડિંટિંગથી હટાવી દેવાય છે.

દૂધીઃ
હિરો-હીરોઈનના બોલ્ડ સીનમાં દૂધી પણ સાથે રાખવામાં આવે છે. ઘણીવાર દૂધી લીલા રંગના ક્રોમામાં કામ કરે છે. દૂધીને હાથમાં પકડીને બંને કલાકાર દૂધીને કિસ કરે છે. ત્યારબાદ પોસ્ટ પ્રોડકશનની કામગીરી દરમિયાન દૂધી ગાયબ કરી દેવામાં આવે છે, દર્શકોને એવું લાગે કે બંને વચ્ચે કિસ થઈ છે.

તકીયો:
ઈન્ટિમેટ સીન દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે બંને એકબીજાના પ્રાઈવેટ પાર્ટને ટચ ન કરે. ઘણીવાર હીરો-હીરોઈન જ્યારે બેડ પર સીન કરી રહ્યાં હોય ત્યારે બન્ને વચ્ચે તકીયો રાખવામાં આવે છે. જેથી એકબીજાને પ્રોબ્લેમ ન થાય.

લે ગાર્ડ:
ફિલ્મમાં બોલ્ડ સીન વખતે મેલ એકટર માટે લે ગાર્ડ હોય છે. જેને કારણે હીરો-હીરોઈનના પ્રાઈવેટ પાર્ટ એકબીજાને ટન ન થઈ જાય.

એયરબેગઃ
ફિલ્મના સેટ પર બોલ્ડસીન વખતે અભિનેતા અને અભિનેત્રીની વચ્ચે નાનુ ગાદલું, તકિયો અને એયરબેગથી આડાશ રાખવામાં આવે છે. જેથી અભિનેતા-અભિનેત્રી વચ્ચે ડિસ્ટન્સ જળવાઈ રહે.

સિલિકોન પેડ્સઃ
અભિનેત્રીઓ માટે સિલિકોનના પુશઅપ્સ પેડ, પાછળથી હિરોઈનને ટોપલેસ દેખાડવાની હોય તો આગળ પહેરવા માટે સિલિકોન પેડ હોય છે. સૌથી વધારે ખાસ હોય છે બંનેની મંજૂરી, તે બાદ જ આ પ્રકારના સીનનું શુટિંગ ફિલ્માવવામાં આવે છે.

ઈલ્યૂશન ટેકનિકઃ
ઈલ્યૂશન વિશે વધારે સમજીએ તો, તમે જ્યારે ઘણી ફિલ્મોમાં જોયું હશે કે હિરો અને હિરોઈન એક ચાદરમાં લપેટાયેલા છે બંનેએ વસ્ત્રો પહેર્યા નથી પરંતું વાસ્તવિકતામાં શુટિંગ દરમિયાન આવું કઈ થતું નથી તે માત્ર ઈલ્યૂશન ટેકનિક હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news