Guruwar Ke Upay: શ્રાવણ મહિનાના ગુરુવારે કરેલો ઉપાય માતા લક્ષ્મીને કરે છે પ્રસન્ન, રૂપિયાથી છલોછલ રહેશે તિજોરી
Guruwar Ke Upay:ખૂબ ઓછા લોકો જાણે છે કે શ્રાવણ મહિનામાં સોમવારની સાથે ગુરુવારનું પણ વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ મહિનાના ગુરુવારના દિવસે પણ વ્રત રાખી પૂજાપાઠ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
Trending Photos
Guruwar Ke Upay: પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. શિવભક્તો માટે શ્રાવણ મહિનો વિશેષ હોય છે. શ્રાવણ મહિનામાં ખાસ તો સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. લોકો સોમવારનું વ્રત પણ કરે છે અને વિશેષ પૂજા પણ કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે શ્રાવણ મહિનામાં સોમવારની સાથે ગુરુવારનું પણ વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ મહિનાના ગુરુવારના દિવસે પણ વ્રત રાખી પૂજાપાઠ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે આ દિવસે વિશેષ ઉપાય કરવાથી શિવજીની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. સાથે જ ગુરુવારે કેટલાક ઉપાય કરવાથી ગુરુ ગ્રહ સંબંધિત દોષ પણ દૂર થાય છે.
શ્રાવણ મહિનાના ગુરુવારના ઉપાય
1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં આવતા ગુરુવારના દિવસે ભગવાન શિવને પીળા ચોખાનો ચઢાવવા જોઈએ. સાથે જ શિવ મંદિરમાં બેસીને ગુરુ ગ્રહના બીજ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ.
2. શ્રાવણ મહિનાના ગુરુવારે સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તેમની સામે ઘીનો દીવો કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. તેનાથી મનોકામના પૂર્ણ થાય છે.
3. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણ મહિનાના ગુરુવારની સાંજે કેળાના ઝાડની નીચે ઘીનો દીવો કરવો અને લાડુનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધન લાભના યોગ બને છે.
4. શ્રાવણ મહિનાના ગુરુવારે ગરીબ વ્યક્તિને યથાશક્તિ દાન કરવું જોઈએ. ગુરુવારના દિવસે ગરીબોને કેળા આપવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.
5. શ્રાવણ મહિનાના ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું પણ શુભ ગણાય છે તેનાથી ઘરમાં ખુશાલી આવે છે.
6. શ્રાવણ મહિનાના ગુરુવારે વ્રત રાખીને પીળા રંગના કપડાં ધારણ કરવા સાથે જ પીળી વસ્તુઓનું સેવન કરવું. તેનાથી લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે