કડીના મેલડી માતાના મહેલમાં છે શક્તિનો વાસ, માતાજીના પરચાથી 7 વાર મહેલ તૂટ્યો અને રાજાએ નમતું જોખ્યું
Gujarat Tourism : કહેવાય છે કે મેલડી માતાનો હુકમ થાય ત્યારે જ લોકો અહીં સુધી પહોંચી શકો છો. તમે પણ જો પૂર્ણ શ્રધ્ધાથી માતાના દર્શન કરશો તો માતાજી અચૂકથી તમારી પણ મનોકામના પૂર્ણ કરશે
Trending Photos
Gujarat Temples : ગુજરાતની ધરા પર અનેક લોકવાયકાઓ અંકિત થઇ છે. જેમાં સાક્ષાત દેવીઓએ દર્શન દીધાની પણ વાર્તાઓ છે. આજે એવી જ એક કહાની તમારી સમક્ષ લઇને આવ્યા છીએ જે કહાની છે મહેસાણા કડી નજીક આવેલા જાસલપુરની. અહીં એક એવી ઈમારત છે જ્યાં શક્તિનો વાસ છે. અહીં મહેલ પણ છે અને માતાનું સ્થાનક પણ આવેલું છે, જે કોઈ રહસ્યથી કમ નથી. આ વાત છે રાજા મલ્હાર રાવની મેલડી માતાની. અહીં પહેલા મંદિર નહીં પણ મહેલ હતો. આ મંદિરનો ઈતિહાસ 150 વર્ષ જૂનો છે. તે ઈતિહાસ સાથે રુબરુ થઈએ તે પહેલા આપને જણાવીએ કે આ એક એવી જગ્યા છે જ્યાં એક નહીં બે મંદિર આવેલા છે.
અહીંના ઈતિહાસની વાત કરીએ તો, રાજા મલ્હારરાવ કડીમાં આવેલી આરસના કિંમતી પથ્થરોથી બનેલી વાવ તોડીને મહેલ બનાવવા માંગતા હતા. પરંતુ તે વાવ પાસે ડોશી મા રહેતા હતા. તેમણે મેલડી માતાને પ્રાર્થના કરી કે જો તમે સાચે હોવ તો આ વાવને બચાવી લો. એટલે માતાજી એ મલ્હારરાવને આ મહેલ બાંધવા ના દીધો. સાત વાર આ મહેલ બંધાયો અને તૂટી ગયો. પરંતુ રાજાની જિદ્દના કારણે મહેલ બંધાયો. મહેલ બંધાયા બાદ રાજાએ 151 ભૂવાને બોલાવ્યા, પરંતુ મહેલમાં જવાનું મુહૂર્ત કોઈ આપી ન શકયું. છેલ્લે જીવણ ભૂવા આવ્યા. જેમના માથે માતાજીનો આશીર્વાદ હતો.
રાજાને આ વાતની જાણ રાજાના કાન સુધી પહોંચી હતી. આ વાત સાબિત કરવા રાજાએ તેમને ઉકળતા તેલમાં સ્નાન કરવા કહ્યું. ત્યારે જીવણ ભુવા વિચાર્યા વગર ઉકળતા તેલમાં બેસી ગયા અને માતાજીએ તેમની રક્ષા કરી. પછી જીવણ ભૂવા બોલ્યા, હું સાક્ષાત મેલડી માં છું અને તેમને રાજાને કહ્યું કે, હવે તું અહી નહી રહી શકે આ મહેલના સાતમાં માળે હું બિરાજમાન થઈશ.
માતાજીનો એક એવો ઈતિહાસ જ્યાં રાજાએ પણ નમતું જોખ્યું, 7 વખત મહેલ તૂટી ગયો અને...#DidYouKnow #Bhakti #Gujarat pic.twitter.com/VtbP6X058J
— Zee 24 Kalak (@Zee24Kalak) September 5, 2023
હાલ જોકે નવું બાંધકામ કરવામાં આવ્યું જે વર્ષ 1987માં કરાયું છે. પહેલાના સમયમાં સાતમાં માળ સુધી જવા માટે મહેલ એકમાત્ર જ રસ્તો હતો. જો કે મહેલનો એ રસ્તો આજે બંધ હાલતમાં છે. કારણ કે અંદરનું બાંધકામ પણ તૂટી ગયું છે. કહેવાય છે કે માતાનો હુકમ થાય ત્યારે જ લોકો અહીં સુધી પહોંચી શકે છે. તમે પણ જો પૂર્ણ શ્રધ્ધાથી માતાના દર્શન કરશો તો માતાજી અચૂકથી તમારી પણ મનોકામના પૂર્ણ કરશે.
આ મંદિર ક્યાં આવેલું છે
કડીથી જાસલપુર 8 કિમી દૂર જેટલુ થાય અને ત્યાં જતા અંદાજે 15 થી 20 મિનિટ લાગે છે. જાસલપુર મંદિરમાં પ્રવેશતા જ એક વાવ જોવા મળે છે. જ્યાંથી માતાજી પ્રકટ થયા હતા. ત્યાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ આગળ મંદિરમાં મેલડી માતાના દર્શને જાય છએ. માતાજીની મૂર્તિની આસપાસ ગોળ ફરતે નવ દુર્ગાની કલાકૃતિઓ મૂકાયેલી છે. વચ્ચે ગોળ આકારમાં વાવ જેવું બનાવાયું છે, જેનાથી નીચે સીધું માતાજીના મુખ્ય મંદિરના દર્શન થાય છે. સ્થાનિકો કહે છે, મંદિરના આહલાદક દર્શન કરવા હોય તો સવારના પહોરમાં જવું. કેમ કે, સવારના સમયમાં અહીનો માહોલ ખુશનુમા હોય છે. તેમજ અલૌકિક લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે