શક્તિશાળી હોવાની સાથે કેમ ખતરનાક છે નીલમ? આ રાશિવાળા લોકો ભૂલથી પણ ન પહેરે નીલમ

Sapphire Gemstone: ગ્રહ, દશા અને નક્ષત્રોનો પ્રભાવ માણસના જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જાતકોને જન્મ રાશિ, જન્મદિવસ અને કુંડળીમાં ગ્રહ-નક્ષત્રના હિસાબે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

શક્તિશાળી હોવાની સાથે કેમ ખતરનાક છે નીલમ? આ રાશિવાળા લોકો ભૂલથી પણ ન પહેરે નીલમ

Sapphire Gemstone Astrology: રત્નોની ચમક અને રંગ સૌને આકર્ષિત કરે છે. જોકે, ચમક અને રંગથી આકર્ષાઈને કોઈપણ રત્ન ધારણ ન કરવો જોઈએ. કોઈપણ રત્નને ધારણ કરતા પહેલા જ્યોતિષની સલાહ જરૂરથી લેવી જોઈએ. રત્ન શાસ્ત્ર મુજબ, નીલમ રત્નને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. એકબાજુ જ્યાં આ રત્ન રંકને રાજા બનાવી દે છે, ત્યાં જ બીજી બાજુ સલાહ વગર પહેરવાના કારણે રાજામાંથી રંક બનાવી શકે છે. એટલા માટે આ રત્નને ખતરનાક માનવામાં આવે છે. આ રત્ન પહેરતા પહેલા વિશેષ સાવધાની રાખવી જોઈએ.

નુકસાન વેઠવાનો વારો આવી શકે-
નીલમને શનિ ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે. એવુ જરૂરી નથી કે, નીલમ દરેક માટે શુભ સાબિત થાય, કેટલાક રાશિના જાતકોને નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે. શનિનો સંબંધ કઠોર મહેનત, પરિશ્રમ સાથે છે. આવામાં એમ કહેવું બિલકુલ પણ ખોટું નહીં હોય તે, શનિ કોઈને બેઠા-બેઠા અમીર અને સંપન્ન નથી બનાવતો.

આ રાશિવાળા જાતકો નીલમ ધારણ ન કરે-
નીલમ રત્ન એવા લોકો માટે છે, જે શુભ છે, મહેનત અને લગનથી કામીયાબી હાંસિલ કરે છે. વૈદિક જ્યોતિષ અનુસાર મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોએ નીલમ રત્ન ન પહેરવો જોઈએ. આ રાશિના સ્વામી શનિદેવ સાથે શત્રુભાવ રાખે છે.

આ રાશિના જાતકો નીલમ ધારણ કરી શકે છે-
વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના સ્વામી સાથે શનિદેવનો મિત્ર ભાવ છે. આ રાશિના જાતકો નીલમ ધારણ કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રાશિના સ્વામી જો નીલમ ધારણ કરે છે તો, જિંદગીમાં સકારાત્મક પરિવર્તન આવે છે. જિંદગીમાં અનેક ઉપલબ્ધિ હાંસિલ થાય છે. કોઈપણ રાશિના જાતકે નીલમ ધારણ કરતા પહેલા જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news