આ 5 આદતો માનવીને કરી નાખે છે સાવ કંગાળ, ગરીબાઈમાં વીતે છે જીવન

હિન્દુ ધર્મમાં 18 પુરાણોનો ઉલ્લેખ છે. જેમાંથી ગરુડ પુરાણમાં જીવન સંબંધિત ખાસ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ 5 આદતો માનવીને કરી નાખે છે સાવ કંગાળ, ગરીબાઈમાં વીતે છે જીવન

હિન્દુ ધર્મમાં 18 પુરાણોનો ઉલ્લેખ છે. જેમાંથી ગરુડ પુરાણમાં જીવન સંબંધિત ખાસ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ એક પક્ષી છે જે ભગવાન વિષ્ણુનું વાહન ગણાય છે. ગરુડ પુરાણમાં એ વાતનો ઉલ્લેખ છે કે કયું કામ કરવાથી વ્યક્તિના જીવનમાં દરિદ્રતા આવે છે. 

ગંદા કપડા પહેરનારા લોકો
ગરુડ પુરાણમાં જણાવ્યાં મુજબ જે લોકો ગંદા કપડાં પહેરે છે તેમનાથી માતા લક્ષ્મી નારાજ રહે છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખુબ ગમે છે. આથી તેઓ એ જ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતાં હોય છે. એટલે ઘરમાં સ્વચ્છતા રાખવાની આદત રાખવી. ઘર ગંદુ રાખનારા લોકો ચેતી જાય. 

પૈસાનો ઘમંડ
ગરુડ પુરાણ મુજબ જે લોકોને ધન કે પૈસાનો ઘમંડ હોય તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જેના કારણે લોકો ધનનો વ્ય્ય કરીને દરિદ્રતાને આમંત્રણ આપે છે. આવા સ્વભાવ અને ચરિત્રવાળા લોકોના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોતો નથી. 

મહેનત ન કરનારા લોકો
જો કોઈ વ્યક્તિ પરિશ્રમ કરવાથી પીછેહટ કરે અને આપવામાં આવેલા કાર્યને યોગ્ય ઢબે ન કરે તો તેનાથી પણ માતા લક્ષ્મી નારાજ રહે છે. ગરુડ પુરાણમાં આવા સ્વભાવથી બચવાનું કહેવાયું છે. 

સમય બરબાદ કરનારા લોકો
ગરુડ પુરાણ મુજબ જે લોકો આરામ કરવામાં સમય પસાર કરે છે તેમનાથી દેવતા નારાજ થાય છે અને તેમના જીવનમાં દરિદ્રતા આવે છે. આ સાથે જ જે લોકો શરીરની સ્વચ્છતા નથી રાખતા તેમના જીવનમાં પણ કંગાળ જેવી સ્થિતિ રહે છે. 

બીજાની ભૂલો કાઢવી
ગરુડ પુરાણ મુજબ જે લોકો ફક્ત બીજાની કમી જ કાઢ્યા કરે કે ખરાબ બોલે તેવા લોકોથી પણ લક્ષ્મી માતા નારાજ થાય છે. આ સિવાય કારણ વગર બીજા પર બૂમો પાડ્યા કરે તેમના જીવનમાં પણ દરિદ્રતા આવે છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news