ભૂલથી પણ ઘરમાં ના લગાવવો તુલસીનું છોડ, જાણો આવું કરવાથી બાળકોના ભવિષ્ય પર શું થાય છે અસર?
હિન્દુ ધર્મમાં વૃક્ષોનું ખુબ જ મહત્વ રહેલું છે. વૃક્ષોને દેવી-દેવતાઓ સાથે જોડાવામાં આવે છે. તો કેટલાક વૃક્ષો સાથે શુભ અને અશુભ માન્યતા પણ જોડાયેલી છે. એમાં પણ તુલસીના છોડને તો ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ તુલસીના છોડને ઘરમાં લગાવતા પહેલાં કેટલી વાતો જાણવી તમારા માટે ખુબ જ જરૂરી છે. નહીં તો તેના પરિણામની ખરાબ અસર તમારા પર પડી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ શું તમે તુલસીના છોડા પ્રકારો વિશે જાણો છો. તુલસીના છોડનો એક પ્રકાર એવો હોય છે જેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઊર્જાનો ઘરમાં સંચાર થાય છે. એટલા માટે જ વન તુલસીનું છોડ ક્યારેય ઘરમાં ના લગાવવું જોઈએ. આ છોડ લગાવવાથી ઘરમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે. તો આવો જાણીએ આ છોડને ઘરમાં લગાવવાથી કેવી સમસ્યાનો તમારે સામનો કરવો પડી શકે છે.
ઘરમાં નકારાત્મ ઊર્જાનું થશે સંચાર
તુલસીના છોડના અનેક પ્રકાર હોય છે. જેમાં રામૃશ્યામ, વન તુલસી સહિતના અનેક પ્રકાર છે. જેમાં વન તુલસીના છોડને ક્યારેય ઘરમાં ના લગાવવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગશે. જેની અસરથી તમારા ધારેલા કામમાં તમને સફળતા નહીં મળે. સાથે આ છોડ લગાવવાથી ઘરમાં ઝઘડા થવાનું પ્રમાણ વધી જશે.
ઘરકંકાસનો કરવો પડશે સામનો
એવું કહેવાય છે વન તુલસીનું છોડ ઘરમાં લગાવવું એટલે ઘરકંકાસને આમંત્રણ આપવા સમાન છે. આ છોડ લગાવવાથી પારિવારીક ઝઘડા વધી જાય છે. તમારા ઘરના સભ્યો સાથેના સંબંધોમાં ખટાસ આવવા લાગે છે. વન તુલસીનું છોડ ઘરમાં લગાવવાથી માણસ ચારેતરફથી સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.
રાહુની દશા તમારી દશા બદલશે
વન તુલસી ઘરમાં રાખવાથી વાસ્તુ દોષની સમસ્યા પણ ઊભી થાય છે. આ છોડના લીધે બાળકોના ભવિષ્ય પર નકારાત્મક અસર પડે છે. આ છોડના લીધે કુંડળીમાં રાહુની દશા ખરાબ થઈ શકે છે. જેની અસરના લીધે તમારા ઘરની સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. જેથી વન તુલસીનું છોડ ભૂલથી પણ ઘરમાં ના લગાવવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે