રિવેન્જ રેપ : પત્નીઓએ એકબીજાના પતિ પર લગાવ્યો બળાત્કારનો આરોપ, એકે આરોપ મૂકતાં બીજી પણ પાછળ ન રહી

કાનપુરમાં સચેંડી પોલીસે બળાત્કારની ક્રોસ એફઆઈઆર દાખલ કરી છે. બે મહિલાઓએ એક-બીજાના પતિ વિરુદ્ધ રેપનો આરોપ લગાવતા રિપોર્ટ નોંધાવ્યો છે. પાડોશી મહિલાઓ વચ્ચે વિવાદ એટલો વધ્યો કે એકબીજાના પતિઓ ઉપર ગંભીર આરોપ લગાવવા લાગી. 

રિવેન્જ રેપ : પત્નીઓએ એકબીજાના પતિ પર લગાવ્યો બળાત્કારનો આરોપ, એકે આરોપ મૂકતાં બીજી પણ પાછળ ન રહી

કાનપુરઃ યુપીના કાનપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાડોશીઓના ઝઘડમાં તેમની પત્નીઓએ એકબીજાના પતિઓ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એફઆઈઆર નોંધાયા બાદ કાનપુરમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. બળાત્કારની પહેલી એફઆઈઆર 18 ફેબ્રુઆરીએ લખાઈ હતી અને બીજી એફઆઈઆર 20 ફેબ્રુઆરીએ લખાઈ હતી. જેમાં 48 કલાકમાં બળાત્કારની બે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

સંચેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામમાં રહેતા પાડોશીઓ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. એક મહિલાએ તેના પડોશમાં રહેતા વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. બીજી તરફ 2 દિવસ બાદ ધરપકડ કરાયેલા આરોપીની પત્નીએ પણ બળાત્કારનો કેસ નોંધાવનાર મહિલાના પતિ પર આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાના પતિની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે.

પોલીસે બંને FIR નોંધી 
કાનપુરમાં એક મહિલાએ 18 ફેબ્રુઆરીએ પાડોશમાં રહેતા એક વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારની FIR નોંધાવી હતી. મહિલાનું મેડિકલ કરાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે. ત્યારબાદ બે દિવસ પછી 20 ફેબ્રુઆરીએ આરોપીની પત્નીએ FIR નોંધાવનાર મહિલાના પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. પોલીસે તેની એફઆઈઆર પણ નોંધી છે.

પોલીસ તપાસ કરી રહી છે
ACP નિશાંત શર્માએ જણાવ્યું કે એક મહિલાએ પાડોશી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેની જાણ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 20 ફેબ્રુઆરીએ આરોપીની પત્નીએ પણ પાડોશી વિરુદ્ધ FIR દાખલ કરી છે. મહિલાનું મેડિકલ કરવામાં આવ્યું છે, રિપોર્ટ આવ્યા બાદ આગોતરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સમગ્ર પ્રકરણની પણ તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news