Shani Jayanti 2023: શનિ જયંતિના દિવસે કરી લેવા આ ઉપાય, શનિ દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય

Shani Jayanti 2023:  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જયંતિ પર ખાસ યોગ સર્જાઈ રહ્યો છે. આ શનિ જયંતિ પર શનિ પોતાની રાશિ કુંભમાં રહેશે. આ ઉપરાંત શશયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ગુરુ અને ચંદ્ર મેષ રાશિમાં હોવાથી ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. 

Shani Jayanti 2023: શનિ જયંતિના દિવસે કરી લેવા આ ઉપાય, શનિ દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય

Shani Jayanti 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવની વક્ર દ્રષ્ટિ જેના પર પડે છે તેના ખરાબ દિવસોની શરૂઆત થાય છે. પરંતુ જ્યારે શનિદેવના આશીર્વાદ મળે છે ત્યારે રંક પણ રાજા બને છે. શનિ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ખાસ દિવસ શનિ જયંતિ છે. આ વર્ષે શનિ જયંતિ 19 મે 2023ના રોજ આવશે.  

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જયંતિ પર ખાસ યોગ સર્જાઈ રહ્યો છે. આ શનિ જયંતિ પર શનિ પોતાની રાશિ કુંભમાં રહેશે. આ ઉપરાંત શશયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ગુરુ અને ચંદ્ર મેષ રાશિમાં હોવાથી ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. આ કારણોથી આ દિવસ વધુ ખાસ બને છે. તેવામાં આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિ સંબંધિત સમસ્યાની અસર ઓછી થાય છે.

આ પણ વાંચો:

- શનિ જયંતિ પર તેલ, કાળા કપડા, લોખંડની વસ્તુઓ અથવા છત્રીનું દાન કરો.  

- આ દિવસે ગરીબોને ભોજન કરાવો. તેનાથી સાડાસાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

- શનિ જયંતિ પર લોખંડની ખરીદી ન કરવી.  

- શનિ જયંતિ પર એક કાંસાની વાટકી લેવી અને તેમાં સરસવનું તેલ ભરી તેમાં એક સિક્કો નાખો, હવે તેમાં તમારી છાયા જુઓ. હવે આ વાટકીને તેલ સહિત શનિ મંદિરમાં મુકી આવો. 

- ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શનિ જયંતિના દિવસે આંકડાના ઝાડ પર 7 લોખંડની ખીલીઓ ચઢાવો.

- શનિ જયંતિના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.

- આ દિવસે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. તેનાથી શનિદેવના અશુભ પરિણામોથી છુટકારો મળશે.
 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news