Indian Army TGC 138 Recruitment 2023: ઈન્ડિયન આર્મીમાં આ જગ્યાઓ પર બમ્પર ભરતી, આજે જ કરો અરજી

Indian Army TGC 138 Recruitment: દર વર્ષે લાખો યુવાનો ભારતીય સેનામાં ભરતી માટે તૈયારી કરે છે. ઘણા યુવા ઉમેદવારો ભારતીય સેનામાં નોકરી માટે નોટિફિકેશન જાહેર થવાની રાહ જુએ છે.

Indian Army TGC 138 Recruitment 2023: ઈન્ડિયન આર્મીમાં આ જગ્યાઓ પર બમ્પર ભરતી, આજે જ કરો અરજી

Indian Army TGC 138 Recruitment: દર વર્ષે લાખો યુવાનો ભારતીય સેનામાં ભરતી માટે તૈયારી કરે છે. ઘણા યુવા ઉમેદવારો ભારતીય સેનામાં નોકરી માટે નોટિફિકેશન જાહેર થવાની રાહ જુએ છે. જો તમે પણ સેનાનો ભાગ બનવા માંગતા હોવ તો હવે તમારી પાસે શાનદાર તક છે. ભારતીય સેનાએ જાન્યુઆરી 2024માં શરૂ થતા 138મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સીસ (TGC)માં ઉપલબ્ધ 40 જગ્યાઓ અંગે સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી છે. એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ભારતીય સેના TGC 138 ઓનલાઇન ફોર્મ સબમિટ કરી શકે છે. આ કોર્સ જાન્યુઆરી 2024માં શરૂ થશે.  ભારતીય સેનામાં 138મી TSC માટે ભારતીય સેનામાં કુલ 40 જગ્યાઓ ખાલી છે. જો તમે સંબંધિત પ્રવાહમાં એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું હોય તો તમે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો.

Age Limit
ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા 20 થી 27 વર્ષ (01 જાન્યુઆરી 2024 મુજબ) હોવી જોઈએ.
અરજદારની જન્મ તારીખ 02 જાન્યુઆરી 1997 અને 01 જાન્યુઆરી 2004 ની વચ્ચે હોવી જોઈએ, બંને તારીખ સહિત).
અરજદારોએ તેમની ઉંમર સાબિત કરવા માટે તેમનું મેટ્રિક/માધ્યમિક શાળા પરીક્ષા પ્રમાણપત્ર અથવા સમકક્ષ પરીક્ષા પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.

How to Apply Indian Army TGC 138 Online Form?
-રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવાની રહેશે.
-તમે કેપ્ચા કોડ દાખલ કરીને વેબસાઇટમાં એન્ટર થઈ શકો છો. વેબસાઇટના હોમપેજ પર, તમને 'ઓફિસર એન્ટ્રી એપ્લાય/લોગિન' માટેની લિંક મળશે, તેના પર ક્લિક કરો.
-હવે 'રજીસ્ટ્રેશન' વિકલ્પ પર ક્લિક કરો. આ વિકલ્પ ફક્ત તે લોકો માટે જરૂરી છે જેમણે પોર્ટલ પર નોંધણી કરાવી નથી. જે ઉમેદવારો વેબસાઈટ પર પહેલાથી જ નોંધાયેલા છે તેઓએ અહીં લોગઈન કરવાની જરૂર છે. નવા અરજદારો રજીસ્ટ્રેશન પેજ પર આપેલી સૂચનાઓ વાંચીને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકે છે.
-નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને પોર્ટલ પર લોગિન કર્યા પછી, તમારે ડેશબોર્ડ પર 'ઓનલાઈન અરજી કરો' લિંક પર ક્લિક કરવું પડશે.
-એક નવું પૃષ્ઠ સ્ક્રીન પર દેખાશે જેમાં અધિકારી પસંદગી 'પાત્રતા' સંબંધિત માહિતી હશે. ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સીસ સામે આપેલ 'એપ્લાય' બટન પર ક્લિક કરો.
-સ્ક્રીન પર એપ્લિકેશન ફોર્મ દેખાશે. આમાં, વિવિધ વિભાગો હેઠળ પૂછવામાં આવેલી વિગતો ભરો. અહીં તમારે તમારી અંગત વિગતો, શૈક્ષણિક લાયકાત સંબંધિત વિગતો, અગાઉની SSB અને અન્ય વિગતો દાખલ કરવાની રહેશે.
-ફોર્મમાં તમામ વિગતો ભર્યા પછી, Save and Continue બટન પર ક્લિક કરો. છેલ્લો વિભાગ ભર્યા પછી, તમારા એપ્લિકેશન ફોર્મ વિશેની ટૂંકી માહિતી સ્ક્રીન પર દેખાશે, તેને વાંચો અને જો કોઈ ભૂલ હોય તો તેને સુધારી લો. છેલ્લે તમારે સબમિટ નાઉ પર ક્લિક કરવાનું રહેશે. હવે તેની પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news