Diwali 2023: દિવાળી સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન

Diwali Puja 2023: માન્યતા છે કે, મા લક્ષ્મીનું આગમન એ જ ઘરમાં જ થાય છે જે સાફ અને સ્વચ્છ હોય છે. પરંતુ દિવાળીની તૈયાર કરતા સમયે આપણે વાસ્તુશાસ્ત્રની અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

Diwali 2023: દિવાળી સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન

Diwali Vastu Tips: આપણા દેશમાં મનાવાતા મોટા તહેવારોમાંથી એક એટલે દિવાળી. કાર્તિક મહિનો બેસતા જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. દિવાળી પર ઘરની સાફ-સફાઈ અને સજાવટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. માન્યતા છે કે, મા લક્ષ્મીનું આગમન એ જ ઘરમાં જ થાય છે જે સાફ અને સ્વચ્છ હોય છે. પરંતુ દિવાળીની તૈયાર કરતા સમયે આપણે વાસ્તુશાસ્ત્રની અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો અમુકવાર આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ જે આપણા માટે નુકસાનનું કારણ બની શકે છે. આવો જોઈએ આ દિવાળીની તૈયારી કરતા સમયે આપણે વાસ્તુશાસ્ત્રની કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. વાસ્તુ શાસ્ત્રમાં ગંદકી, કચરો નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. આ માટે આપણે દિવાળી પહેલાં ઘરની સાફ સફાઈ કરીને ગંદકી અને કચરાને ઘરથી દૂર ફેંકી દેવો જોઈએ.

2. પસ્તી અથવા નકામી વસ્તુઓને ઘરમાં ઢગલો કરીને ન રાખવી જોઈએ. બને તેટલું જલદી પસ્તીને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. 

3. ખરાબ અને બંધ પડેલા મશીનો, ક્રોકરીને ઘરમાં ન રાખવી જોઈએ. કેમ કે, તે તમારા કામને બગાડી શકે છે. 

4. ઘરના દરવાજાના આંકડીયા પર તેલ જરૂર લગાવવું જોઈએ જેથી દરવાજો ખોલતા સમયે અને બંધ કરતાં સમયે અવાજ ન આવે. માનવામાં આવે છે કે, જે ઘરના દરવાજા ખોલ-બંધ કરવામાં અવાજ આવે છે તે ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ નથી કરતા. 

5. દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર સ્વાસ્તિક અને લક્ષ્મી ચરણ બનાવવા જોઈએ, પરંતુ ધ્યાન રહે કે, લક્ષ્મી ચરણ ઘરમાં પ્રવેશની દિશામાં હોવા જોઈએ. 

6. દિવાળીની સફાઈ અને સજાવટમાં ઘરની ઉત્તર અને ઉત્તર પૂર્વની દિશા પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દિશાની દિવાલોને રંગબેરંગી રોશનીથી સજાવવી જોઈએ. આવું કરવાથી ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે. 

7. જો તમારા ઘરનો મેઈન દરવાજો દક્ષિણ દિશા તરફ છે તો ત્યાં પિરામિડ અથવા લક્ષ્મી ગણેશ લગાવવા જોઈએ. જેનાથી વાસ્તુદોષ દૂર થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news