દિવાળી 2023: પૂજામાં ઉપયોગમાં લીધેલા દીવડા સાથે ભૂલેચૂકે ન કરતા આ ભૂલ, માતા લક્ષ્મી નારાજ થશે

દિવાળી 2023: પૂજામાં ઉપયોગમાં લીધેલા દીવડા સાથે ભૂલેચૂકે ન કરતા આ ભૂલ, માતા લક્ષ્મી નારાજ થશે

કારતક માસની અમાસનો દિવસ દેશભરમાં દિવાળીના તહેવાર તરીકે ઉજવાય છે. આ વખતે આ તહેવાર ગઈ કાલે 12મી નવેમ્બરના રોજ ઉજવાયો. અત્રે જણાવવાનું કે દિવાળીની રાતે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજાનુ વિધાન છે. એવી માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મી પર ભ્રમણ કરે છે અને સાચા મન અને પૂરી શ્રદ્ધાથી પૂજા કરનારા લોકોના ઘરમાં વાસ કરે છે. આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીના પ્રવેશથી વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી. તમામ પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે  અને વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 

એટલું જ નહીં આ દિવસે ઘરોને દીવડાની રોશનીથી રોશન કરાય છે. એવું કહેવાય છે કે દિવાળીના દિવસે ઘરનો દરેક ખૂણો રોશન કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ નાશ થાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ધનકુબેરને પ્રસન્ન કરવા માટે બધાએ ઘરને દીવડાથી સજાવ્યું હતું. આ દિવસે સરસવના તેલના દીવા પ્રગટાવવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળીની રીતે પ્રગટાવેલા દીવડાનું શું કરવું જોઈએ? તમારી નાની અમથી ભૂલ કે નાદાની તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. 

દિવાળી પૂજનમાં ઉપયોગમાં લેવાયેલા દીવડાનું શું કરવું
દિવાળી પૂજનમાં ઘરને રોશન કરવા માટે ઘરના દરેક ખૂણે સરસવના તેલના દીવા પ્રગટાવામાં આવે છે. પરંતુ દિવાળીના આગલા દિવસે લોકો ઘરની સફાઈ કરતી વખતે આ દીવડાને આમ જ ઉઠાવીને બહાર ફેંકી દે છે અથવા તો કચરામાં જવા દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યું છે. એવું કહે છે કે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા આ દીવડાને આ રીતે ફેંકવાથી માતા લક્ષ્મીનો અનાદર થાય છે અને વ્યક્તિ આવું કરે તો માતાજી તેમના પર નારાજ થાય છે અને સદા માટે ઘરમાંથી જતા રહે છે. 

આવામાં દિવાળી પૂજનમાં ઉપયોગમાં લેવાયેલા દીવડા, સામગ્રી વગેરેને એક જગ્યાએ ભેગા કરી લો અને સમેટીને રાખી લો. આ ચીજોને કાં તો કોઈ ઝાડ પાસે રાખી દો અથવા તો પછી કોઈ વહેતા પાણીમાં પધરાવી દો. આમ કરવાથી આ ચીજોની પવિત્રતા જળવાઈ રહે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે.

જૂના લક્ષ્મી ગણેશ
મોટાભાગે જોવા મળે છે કે દિવાળી પૂજનમાં નવા લક્ષ્મી ગણેશ રાખ્યા બાદ લોકો ઘના પૂજા સ્થળેથી જૂના લક્ષ્મી ગણેશ હટાવી દે છે. પરંતુ શાસ્ત્રોમાં તેને પણ ખોટું ગણવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે જૂના લક્ષ્મી ગણેશને સન્માન સાથે હટાવવા જોઈએ. આ સાથે જ દિવાળીના બીજા દિવસ સુધીમાં જૂના લક્ષ્મી ગણેશને પાણીમાં પધરાવી દેવા જોઈએ. જ્યોતિષાચાર્યો મુજબ જૂના લક્ષ્મી ગણેશને ઘરમાં વધુ સમય રાખવા ન જોઈએ. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news