MP નો એક એવો વિસ્તાર...જ્યાં શ્રીરામ પોતે ચલાવે છે સરકાર, રોજ પોલીસ આપે છે સલામી

MP Election News: સેંકડો વર્ષોથી રાજસત્તાના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં રાજા રામ સરકારની પૂજા આખી ઓરછા નગરી કરે છે. ફક્ત એટલું જ નહીં, મંદિરમાં સ્પેશિયલ આર્મ્સ ફોર્સ તરફથી રોજ રાજા રામને ગાર્ડ ઓફ ઓનર આપવાની પણ પરંપરા છે.

MP નો એક એવો વિસ્તાર...જ્યાં શ્રીરામ પોતે ચલાવે છે સરકાર, રોજ પોલીસ આપે છે સલામી

MP Election News: આજે અમે તમને મધ્ય પ્રદેશના એક એવા વિસ્તારની કહાની જણાવીશું જ્યાં સરકાર ખુદ ભગવાન શ્રીરામ ચલાવે છે. આખરે કેમ આ જગ્યાને બુંદેલખંડની અયોધ્યા કહેવામાં આવે છે. અમારી સહયોગી વેબસાઈટ ઝી ન્યૂઝના એક ખાસ રિપોર્ટ મુજબ બેતવા નદી કિનારે વસેલું ઓરધા શહેર મધ્ય પ્રદેશના નિવાડ જિલ્લામાં આવે છે. ઓરછામાં પ્રવેશ કરતા જ તમને આખું નગર રામમય જોવા મળશે. દરેક ગલી, ચાર રસ્તે રાજા રામની અમિટ છપ જોવા મળે છે. જી હા... પ્રભુ રામ નહીં, રાજા રામ કારણ કે ઓરછામાં રાજા રામની જ સરકાર ચાલે છે. 

સેંકડો વર્ષોથી રાજસત્તાના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં રાજા રામ સરકારની પૂજા આખી ઓરછા નગરી કરે છે. ફક્ત એટલું જ નહીં, મંદિરમાં સ્પેશિયલ આર્મ્સ ફોર્સ તરફથી રોજ રાજા રામને ગાર્ડ ઓફ ઓનર આપવાની પણ પરંપરા છે. ઓરછા નગરના પરિસરમાં આ ગાર્ડ ઓફ ઓનર રાજા રામ સિવાય દેશના કોઈ પણ વીવીઆઈપીને આપવામાં આવતું નથી. 

ત્રણ શરતો સાથે આવ્યા હતા ઓરછા
મંદિર સંલગ્ન લોકો જણાવે છે કે રાજારામ આ જગ્યાએ ત્રણ શરતો પર આવ્યા હતા. હકીકતમાં ઓરછાના શાસક મધુકર શાહ કૃષ્ણ ભક્ત હતા અને તેમના પત્ની રાણી કુંવરી ગણેશ રામભક્ત હતા. એકવાર મધુકર શાહે પત્નીને કહ્યું કે રામ સાચે હોય તો ઓરછા લાવીને બતાવો.  બસ આટલી વાત પર રાણી કુંવરી ગણેશ અયોધ્યા પહોંચ્યા. પરંતુ જ્યારે ખુબ સમય વીતવા છતાં તેમને ભગવાને દર્શન ન આપ્યા તો તેમણે સરયુ નદીમાં કૂદવાનો નિર્ણય લીધો. પરંતુ તે પહેલા જ ભગવાન રામ બાળ સ્વરૂપે તેમની ગોદમાં આવીને બેસી ગયા. ત્યારે રાણીએ તેમને ઓરછા આવવા માટે કહ્યું. રામ પણ તેમની વાત માની ગયા. પરંતુ તેમણે પોતાની ત્રણ શરત મૂકી. આ શરતો હતી....

1. ઓરછામાં જ્યાં બેસીશ ત્યાંથી  ઉઠીશ નહીં. 
2. મારા રાજા સ્વરૂપે બિરાજમાન થયા બાદ ત્યાં કોઈની પણ સત્તા રહેશે નહીં. 
3. ઓરછા બાળ સ્વરૂપે આવીશ અને સ્થાપના પુરુષ નક્ષત્રમાં થશે.

જતું રહ્યું હતું મંત્રી પદ
અહીં રહેતા પૂર્વ વરિષ્ઠ પત્રકાર અને ઈતિહાસના જાણકાર કહે છે કે આ મંદિરમાં મોટા મોટા રાજનેતા આવે છે અને અહીં રાજા રામના આશીર્વાદ લે છે. જેથી કરીને વિરોધીઓને પરાજિત કરી વિજય મેળવી શકે. તેમનું કહેવું છે કે એકવાર અર્જૂન સિંહ સરકારના એક મંત્રી ઓરછા દર્શન કરવા માટે આવ્યા હતા અને જાણકારીના અભાવે તેમણે સુરક્ષાકર્મીઓની સલામી લઈ લીધી. થોડા સમય બાદ જ મુખ્યમંત્રી કાર્યાલયથી તેડું આવ્યું અને તેમનું મંત્રીપદ જતું રહ્યુ હતું. ફક્ત આ જ નહીં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી માત્ર એક મિનિટ મોડા પહોંચ્યા હતા પરંતુ ત્યારે મંદિરના કપાટ બંધ થઈ ગયા હતા. તેમણે તડકા અને ગરમીમાં અડધો કલાક સુધી વાટ જોઈ અને મંદિરના કપાટ  ખુલ્યા બાદ જ તેમને દર્શન થઈ શક્યા હતા. 

મહાકાળ લોકની તર્જ પર રાજા રામ સરકારના દરબારમાં હવે રાજા રામ લોકનું નિર્માણ કરાશે. હાલમાં જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ રાજા રામલોકની આધારશિલા રાખી હતી. અયોધ્યાની રગેરગમાં રામ છે અને ઓરછાની ધડકનમાં રામ છે. સદીઓ બાદ પણ અહીં રામ પૂરા ઠાઠમાઠ સાથે બિરાજમાન છે અને પોતાની સત્તાનું સંચાલન કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news