ડિયર જિંદગી : કાશ કંઈક ધીમું થઈ જાય...
Trending Photos
આપણે બધા એવા સમય તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં બધુ જ એટલું ફાસ્ટ થઈ રહ્યું છે કે, ધીમા થવાને યોગ્યતામાં ઓછું આંકવામાં આવે છે. આપણે આપણી જાતને ક્યાંક ભૂલી આવ્યા છે. પોતાના એ હોવા પર જેનાથી મારી ઓળખ હતી. હવે આ જે હું બચ્યો છું, તે તો દુનિયાના બનાવેલ ઢાંચાના અનુસાર તૈયાર કરવામાં આવેલ હુ છુ. તેથી જ્યારે જ્યારે દુનિયાનું દબાણ વધે છે. આપણો જીવ રુંધાવા લાગે છે. આપણે પોતાની જાતને બહુ જ પાછળ છૂટ્યા હોવાનું માનીએ છીએ. તે હકીકતમાં સ્વંયથી ડિસ્કનેક્શનથી ઉપજેલો ભાવ છે.
આપણું પોતાનાથી ડિસ્કનેક્શન એટલું વધુ થઈ રહ્યું છે કે, આપણે આપણા અવાજથી દૂર થતા જઈ રહ્યા છએ. પોતાના મિજાજથી અલગ-થલગ. ખુદથી સાવ એકલા. આવામાં પોતાનો અવાજ ક્યાંથી સાંભળી શકીશું. આપણે પોતાનાથી જેટલા નજીક રહીએ છીએ, આપણા પર બીજી બાબતોની અસર એટલી જ ઓછી થાય છે.
આવો, ડિસ્કનેક્શનને એક ઉદાહરણ સમજીએ. ક્યારેક આપણી જાતને તમામ વ્યસ્તતાઓથી દૂર લઈ જઈએ. આમ તો તેના માટે તમે પણ અનેક જગ્યાઓ પસંદ કરી શકો છો. જ્યાં તમે યથાસંભવ એકલા હો. કોઈ વિકલ્પ હોઈ શકે છે, પરંતુ પ્રકૃતિ તેમાંથી સૌથી બેસ્ટ હોય. કુદરતના છાંયડામાં થોડા અંદર સુધી જાઓ. જંગલ, પાર્ક, નદીનો કિનારો, જ્યાં મોબાઈલ, દુનિયાથી જોડાતો શોર ન હોય. ત્યાં તમને વૃક્ષોથી પડતું પાંદડુ પણ દેખાશે, તો તેનો અવાજ પણ સંભળાશે. પાંદડાનું સરકવું, હવાની આહટ, ફૂલોની મહેક, માટીની સુગંધ બધુ જ સરળતાથી અનુભવાઈ રહ્યું હોય.
પહેલા આ બધુ સરળતાથી અનુભવાતું હતું. આપણે રોકાઈને ચીજોનું સુખ મેળવતા હતા. હવે માત્ર તસવીરો લઈએ છીએ. આપણા માટે કેટલાક સુંદર અહેસાસ કરતા વધુ કિંમતી તસવીરો થઈ ગઈ છે. આવામાં પ્રકૃતિની પાસે જઈને ખુદને અનુભવવું એ આપણને જિંદગીની લયમાં પોતાને પામવામાં મદદ કરશે. જિંદગીથી શ્વાસમાં સંવાદને તણાવથી મુક્ત કશે. પોતાનો વિચાર, હોવાનો અહેસાસ ન જાણે આપણે કઈ ગલીઓમાં છોડી આવ્યા છીએ. તેથી બહારની ચીજોના ફેરમાં સરળતાથી ગૂંચવાયેલા રહીએ છીએ. તે ખુદથી અલગ થવાનો સંકેત છે.
અનેક આકાર આપણને અહેસાસ કરાવે છે કે અરે... દુનિયા તો ક્યાંયની ક્યાંય નીકળી ગઈ, અને તમે પાછળ રહી ગયા. આપણે ગભરાઈ જઈએ છીએ કે, ન જાણે આપણું શું થશે. જ્યારે કે ધીમા થવાથી કંઈ થતુ નથી. ધીમું થવુ કોઈ ખરાબ બાબત નથી. ન ચાલવું યોગ્ય નથી. સૌથી જરૂરી બાબત, માત્ર નિરંતર ચાલવી છે.
તેથી જ્યારે પણ તમને લાગે કે તમે બીજાથી પાછળ રહી ગયો છો, બીજાની સરખામણીમાં ઓછું મેળવી રહ્યા છો, ક્યાંકને ક્યાંક પહોંચવું હતું, પણ ક્યાંક અટકીને રહી ગયા. આવી સ્થિતિમાં આપણે સૌથી પહેલા તપાસવું જોઈએ કે, સ્વંયથી આપણી સંવાદની સ્થિતિ શું છે. ક્યાંક એવું તો નથી થઈ રહ્યું કે, બધુ જ પકડવાના ચક્કરમાં આપણું ખુદથી ડિસ્કનેક્શન થઈ ગયું છે.
જો હા, તો તેના માટે સમય રહેતા જ પ્રયાસ કરવો જોઈએ. બાકી બધુ યોગ્ય છે. સૌથી ખતરનાક સ્વંયથી દૂર રહેવું છે. તેથી બધુ સંભાળી જશે, બસ ખુદની પાસે રહો. પોતાની જાતને કોઈ સ્થિતિમાં ખુદથી દૂર ન થવા દેવું જોઈએ.
સરનામું :
ડિયર ઝિંદગી
(દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
https://www.facebook.com/dayashankar.mishra.54)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે