14 એપ્રિલથી આ 3 રાશિવાળાઓને ચારેકોરથી બસ લાભ જ લાભ!, કરિયર-કારોબારમાં તાબડતોડ સફળતા મળશે

Budhaditya Yog In Aries: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક નિશ્ચિત સમય પર દરેક ગ્રહ ગોચર કરે છે. 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કરશે. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશતા ત્યાં પહેલેથી જ બિરાજમાન બુધની યુતિ સૂર્ય સાથે થશે અને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે.

14 એપ્રિલથી આ 3 રાશિવાળાઓને ચારેકોરથી બસ લાભ જ લાભ!, કરિયર-કારોબારમાં તાબડતોડ સફળતા મળશે

Budhaditya Yog In Aries: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક નિશ્ચિત સમય પર દરેક ગ્રહ ગોચર કરે છે. 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કરશે. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશતા ત્યાં પહેલેથી જ બિરાજમાન બુધની યુતિ સૂર્ય સાથે થશે અને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ 3 રાશિઓ એવી છે જેમને ભરપૂર  ધનલાભ કરિયરમાં ગ્રોથ અને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. આ રાશિઓ વિશે ખાસ જાણો. 

સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે સૂર્ય અને બુધની યુતિ શુભ ફળ આપનારી સાબિત થવાની છે. અત્રે જણાવવાનું કે તે તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આવામાં તમને ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં સિનયર્સ દ્વારા તમારા કામને બિરદાવવામાં આવશે. પ્રમોશન મળવાના પૂરા ચાન્સ છે. કોર્ટ કચેરીના મામલાઓમાં પણ સફળતા મળશે. બુધ ગ્રહ ધન અને આવક ભાવનો સ્વામી છે. આવામાં આવકમાં જબરદસ્ત વધારો થવાના ચાન્સ છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે. 

કર્ક રાશિ
બુધાદિત્ય રાજયોગ કર્ક રાશિવાળા માટે પણ અનુકૂળ સાબિત  થશે. આ યોગ તમારી રાશિના કર્મભાવમાં બનવા જઈ રહ્યો છે. સૂર્ય દેવ આ રાશિના ધન ભાવ અને  બુધ ગ્રહ 12માં ભાવમાં તથા ત્રીજા ભાવના સ્વામિ છે. આવામાં તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કરિયર અને કારોબારમાં સફળતા મળશે. ફાલતુ ખર્ચા પર રોક લાગશે. વેપારીઓની આવકમાં વૃદ્ધિના સંકેત જોવા મળી રહ્યા છે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. 

મેષ રાશિ
જ્યોતિષ મુજબ આ રાશિના જાતકો માટે રાજયોગ સુખદ અને લાભકારી સાબિત  થશે. આ યોગ આ રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. આવામાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશશે. અપરણિતોના લગ્ન થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news