Buddha Purnima 2023: બુદ્ધ પૂર્ણિમા પર આ રાશિના જાતકોને લાગશે લોટરી, 130 વર્ષ બાદ બનશે મહાસંયોગ

Buddha Purnima 2023: બુદ્ધ પૂર્ણિમા પર સિદ્ધિ યોગમાં કરવામાં આવેલા પુણ્ય કાર્યું ફળ આગામી જન્મમાં પણ વ્યક્તિને મળે છે. આ સંયોગથી બુદ્ધ પૂર્ણિમા પર સ્વાતિ નક્ષત્ર પણ છે. સ્વાતિ નક્ષત્રને દરેક નક્ષત્રમાં વિશેષ માનવામાં આવે છે. 

Buddha Purnima 2023: બુદ્ધ પૂર્ણિમા પર આ રાશિના જાતકોને લાગશે લોટરી, 130 વર્ષ બાદ બનશે મહાસંયોગ

નવી દિલ્હીઃ વૈશાખ શુદ પક્ષની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima 2023) એટલે કે બુદ્ધ ભગવાનના જન્મોત્સવને ભારતની સાથે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા લોકો ભગવાન બુદ્ધના જન્મદિવસને ઉત્સાહથી મનાવે છે. માન્યતા છે કે આ દિવસે બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો અને તેમને આ દિવસે જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ હતી. તો આ દિવસે તેમણે દેહ ત્યાગ પણ કર્યો હતો. પંચાગ અનુસાર વર્ષ 2023માં 5 મેએ બુદ્ધપૂર્ણિમા પર મહાસંયોગ બની રહ્યો છે, જેના કારણે લોકોને ઘણા લાભ થવાના છે. 

બુદ્ધ પૂર્ણિમા પર બનાનાર મહાસંયોગ આશરે 130 વર્ષ બાદ બની રહ્યો છે, જેમાં લોકો દ્વારા ગંગા સ્નાન કરવા,પૂજા-પાઠ, જપ તપ વગેરે કરવાથી ઘણા લાભ થશે. બુદ્ધ પૂર્ણિમા પર બનાનાર મહાસંયોગથી કેટલીક રાશિના જાતકોને લોટરી લાગશે, તો બાકી રાશિના જાતકોને કર્મના આધાર પર ફળ મળવાની ધાર્મિક માન્યતા છે. 

બૃદ્ધ પૂર્ણિમા પર બની રહેલા મહાસંયોગ વિશે જ્યોતિષીએ કહ્યું કે, બુદ્ધ પૂર્ણિમા પર મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. મહાત્મા બુદ્ધ જ્ઞાન અને આધ્યાત્મના સૌથી મોટા અવતાર હતા. બુદ્ધે માનવ કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. વૈશાખ શુક્લ પક્ષની પૂર્ણિમાને નારાયણનો કુર્માવતાર પણ થયો હતો. તેથી બુદ્ધ પૂર્ણિમા પર કુર્માવતાર સંયોગ બની રહ્યો છે. 

જ્યોતિષ પ્રમાણે બુદ્ધ પૂર્ણિમા તુલા રાશિમાં હશે. પૂર્ણિમા પર તુલા રાશિના જાતકોને લાભ થશે. તો સિંહ, મેષ, કુંભ અને મકર રાશિના જાતકોને પણ લાભ મળશે. જ્યારે અન્ય રાશિને કર્મના આધાર પર ફળ પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે બુદ્ધ પૂર્ણિમા પર દરેક રાશિના લોકો જો અધ્યાત્મ જ્ઞાનથી જોડાશે તો તેના પર ભગવાનની કૃપા થશે. આ દિવસે બનનાર મહાસંયોગથી સનાતન ધર્મનો ઉત્થાન થશે. 

બુદ્ધ પૂર્ણિમાના દિવસે સિદ્ધિ યોગમાં કરેલા પુણ્ય કાર્યનું ફળ વ્યક્તિને આગલા જન્મમાં પણ મળે છે. યોગાનુયોગ બુદ્ધ પૂર્ણિમાના દિવસે સ્વાતિ નક્ષત્ર પણ છે. સ્વાતિ નક્ષત્ર તમામ નક્ષત્રોમાં વિશેષ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરેલા કામનું વિશેષ ફળ વ્યક્તિને મળે છે. આ નક્ષત્રમાં આકાશમાંથી સમુદ્રમાં પડતાં ટીપાંમાંથી જ મોતી બને છે. તેમજ જો આ દિવસે શુક્રવાર હોય તો તેનું અનેકગણું ફળ મળે છે, કારણ કે શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરવાથી, દીવો પ્રગટાવવાથી અથવા મહાલક્ષ્મી અનુષ્ઠાન કરવાથી મહાલક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

શુક્રવાર મહાલક્ષ્મીનો દિવસ હોય છે, તેથી આ દિવસે મહાલક્ષ્મીના નિમિત કાર્ય કરવાથી તેમના પર મહાલક્ષ્મીની કૃપા બની રહે છે. બુદ્ધ પૂર્ણિમા પર જે પણ શુભ કાર્યો કરવામાં આવશે તો તેનું સારૂ ફળ જાતકોને મળશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news