હિંડનબર્ગનો વધુ એક રિપોર્ટ, અમેરિકી ઉદ્યોગપતિની સંપત્તિમાં એક દિવસમાં 81 હજાર કરોડ થયા સ્વાહા

Carl Icahn Hindenburg- હિંડનબર્ગે હવે અમેરિકી અબજોપતિ કાર્લ ઇકાનને નિશાન બનાવ્યા છે. તે પહેલાં અદાણી સમૂહના ગૌતમ અદાણી અને ટ્વિટરના કો-ફાઉન્ડર જૈક જોર્સી પણ હિંડનબર્ગ રિપોર્ટનો શિકાર થઈ ચુક્યા છે. 
 

હિંડનબર્ગનો વધુ એક રિપોર્ટ, અમેરિકી ઉદ્યોગપતિની સંપત્તિમાં એક દિવસમાં  81 હજાર કરોડ થયા સ્વાહા

ન્યૂયોર્કઃ Carl Icahn Hindenburg : અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના નિશાન પર હવે અમેરિકી અબજોપતિ અને કોર્પોરેટ એક્ટિવિસ્ટ કાર્લ ઇકાન (Carl Icahn) આવ્યા છે. કાર્લની કંપની ઇકાન એન્ટરપ્રાઇઝ એલપી (Icahn Enterprises LP) વિરુદ્ધ રિપોર્ટ જારી કરી હિંડનબર્ગે આરોપ લગાવ્યો કે ઇકાન એન્ટરપ્રાઇઝ પોંઝી સ્કીમ જેવું ઇકોનોમિક સ્ટ્રક્ચર અપનાવ્યું છે. હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ કાર્લ ઇકાનની સંપત્તિ મંગળવારે એક દિવસમાં 81,809 કરોડ રૂપિયા (10 બિલિયન ડોલર) થી વધુ ઘટી ગઈ છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ઇકાન એન્ટરપ્રાઇઝ એલપીના  શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો છે. 

ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિસર્ચે ભારતના અદાણી સમૂહ (Adani Group) વિરુદ્ધ જાન્યુઆરીમાં એક વિવાદાસ્પદ રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી સમૂહની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો થયો હતો. અત્યાર સુધી અદાણી ગ્રુપ આ ઝટકામાંથી બહાર આવ્યું નથી. શોર્ટ સેલર ફર્મે અદાણી બાદ ટ્વિટરના કો-ફાઉન્ડર જૈક ડોર્સી (Jack Dorsey) ની કંપની બ્લોક (Block Inc) ને પણ ટાર્ગેટ કરી હતી. 

રિપોર્ટ આવતા શેરમાં 20 ટકાનો ઘટાડો
હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ  મંગળવારે Icahn Enterprises LPના શેરમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી અને શેર 20 ટકા ઘટ્યા હતા. આ કંપની કાર્લ આઈકાનની હોલ્ડિંગ કંપની તરીકે કામ કરે છે. કંપનીના શેરના ભાવમાં તીવ્ર ઘટાડાથી કાર્લ ઇકાહનની સંપત્તિમાં $3.1 બિલિયનનો ઘટાડો થયો હતો. શોર્ટ સેલર ફર્મે કાર્લ ઇકાહન એન્ટરપ્રાઇઝિસના હિસ્સાની પણ ચર્ચા કરી હતી, જેને મોર્ટગેજ લોન તરીકે લેવામાં આવી છે. અગાઉ તેમના માર્જિનની ગણતરી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ દ્વારા નેટવર્થ નક્કી કરવામાં કરવામાં આવી ન હતી. હવે ઇન્ડેક્સમાં તેનો પણ સમાવેશ થવા લાગ્યો છે. આ રીતે, કાર્લ ઇકાહનની નેટવર્થની ગણતરીમાં અહીંથી $7.3 બિલિયનનું વધારાનું નુકસાન થયું હતું. આ રીતે, તેમની સંપત્તિમાં એક દિવસમાં 10 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો.

અબજોપતિઓના લિસ્ટમાં 58માંથી 119માં નંબરે પહોંચ્યા
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર કાર્ક ઇકાન હિંડનબર્ગનો રિપોર્ટ આવતા પહેલા 25 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે દુનિયાના 58માં ધનવાન વ્યક્તિ હતા. રિપોર્ટ આવ્યા બાદ તેમની સંપત્તિ 41 ટકા ઘટી 14.6 બિલિયન ડોલર રહી ગઈ છે. આ ઘટાડા બાદ કાર્લ ઇકાન દુનિયાના સૌથી ધનવાન યાદીમાં ટોપ-100માંથી બહાર થઈ ગયા છે. તે આ યાદીમાં 119માં સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news