Grahan Yog: ગુરુવારે સાંજ સુધી રહેજો સાવધાન, તુલા રાશિનો ગ્રહણ યોગ સર્જી શકે છે જીવનમાં ઝંઝાવાત
Grahan Yog: જ્યારે રાહુ કે કેતુ ચંદ્ર સાથે યુતિ બનાવે છે તો તેને ગ્રહણ યોગ કહે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. હાલ તુલા રાશિમાં આ યોગનું નિર્માણ થયું છે. જેના કારણે આગામી બે દિવસ લોકોએ સાવધાન રહેવું પડશે.
Trending Photos
Grahan Yog: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય અંતરાલમાં રાશિ અને નક્ષત્ર બદલે છે. જેના કારણે ઘણી વખત એવું બને છે કે એક રાશિમાં એક સાથે બે કે ત્રણ ગ્રહો ગોચર કરતા હોય. ગ્રહોની આવી સ્થિતિને યુતિ કહેવાય છે. ગ્રહોની યુતિના કારણે શુભ અને અશુભ યોગ સર્જાતા હોય છે. આવો જ યોગ હાલ તુલા રાશિમાં સર્જાયો છે. જ્યારે રાહુ કે કેતુ ચંદ્ર સાથે યુતિ બનાવે છે તો તેને ગ્રહણ યોગ કહે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. હાલ તુલા રાશિમાં આ યોગનું નિર્માણ થયું છે. જેના કારણે આગામી બે દિવસ લોકોએ સાવધાન રહેવું પડશે.
આ પણ વાંચો:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર અને રાહુ અથવા કેતુનો સંયોગ હોય છે ત્યારે ગ્રહણ યોગ બને છે. હાલમાં કેતુ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે અને મંગળવારથી ચંદ્ર પણ આ રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. આવી સ્થિતિમાં તુલા રાશિમાં ગ્રહણ યોગ બની રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ યોગની અસર ખૂબ જ ખરાબ હોય છે, જેના કારણે વ્યક્તિ માનસિક રીતે પરેશાન થઈ જાય છે. 25 જુલાઈના રોજ રાત્રે 11.13 કલાકે તુલા રાશિમાં ગ્રહણ યોગ રચાયો છે અને તેની અસર 27 જુલાઈની સાંજે 7.28 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં આગામી બે દિવસ સુધી લોકોએ ઘણી તકેદારી રાખવી પડશે.
ગ્રહણ યોગની અસર વ્યક્તિના મન પર સૌથી વધુ પડે છે. જેના કારણે વ્યક્તિને તણાવ, વધારે પડતા વિચાર, નાણાકીય સમસ્યાઓ, સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના કારણે આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે અને શત્રુઓ વર્ચસ્વ મેળવવા લાગે છે.
ગ્રહણ યોગની અસર ઓછી કરવા માટે શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ. આ વખતે ગ્રહણ યોગ દરમિયાન બુધવાર આવી રહ્યો છે તો આ દિવસે ગણેશજીની પૂજા કરવી સાથે જ ગાયની સેવા કરવી અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે