વર્ષો બાદ બની રહ્યો છે 'શક્તિશાળી રાજયોગ', આ 3 રાશિવાળા અઢળક ધનલાભ માટે તૈયાર રહો, કરિયર આકાશે આંબશે

Parivartan Rajyog: ગુરુ અને મંગળના રાશિ પરિવર્તનથી પરિવર્તન રાજયોગનું નિર્માણ  થઈ રહ્યું છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય જબરદસ્ત ચમકી શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...

વર્ષો બાદ બની રહ્યો છે 'શક્તિશાળી રાજયોગ', આ 3 રાશિવાળા અઢળક ધનલાભ માટે તૈયાર રહો, કરિયર આકાશે આંબશે

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા ઉપર જોવા મળતો હોય છે. અત્રે જણાવવાનું કે મંગળ અને ગુરુ રાશિ પરિવર્તન કરીને પરિવર્તન રાજયોગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ રાજયોગ 27 ડિસેમ્બરથી બનશે. કારણ કે મંગળ ગ્રહ ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને ધનુ રાશિ પર ગુરુ ગ્રહનું આધિપત્ય છે. 

જ્યારે હાલ મંગળ ગ્રહ મકર રાશિના 12માં ભાવમાં સંચરણ કરશે અને ગુરુ ગ્રહ મકરના ચોથા ભાવમાં વક્રી અવસ્થામાં ભ્રમણ કરશે. જેનાથી મંગળ અને ગુરુની યુતિ પરિવર્તન રાજયોગનું નિર્માણ કરશે. જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નવી નોકરીની તક મળી શકે છે....જાણો કોણ છે તે લકી રાશિઓ...

કર્ક રાશિ
તમારા માટે પરિવર્તન રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન  તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સાથે જ તમને યોજનાઓમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક સફળતા મળશે. આ સમયગાળામાં તમે તમારી ભૌતિક સુવિધાઓ પર ખુબ ખર્ચ કરી શકો છો અને તમને ધન સંબંધિત મામલાઓમાં વિશેષ લાભ મળશે. આ સાથે જ ગુરુ ગ્રહની કૃપાથી આ સમય દરમિયાન ધર્મ-કર્મના કાર્યોમાં તમારી રૂચિ વધશે. કોઈ વાહન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. 

કન્યા રાશિ
પરિવર્તન રાજયોગ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન વેપારીઓને સારો લાભ થઈ શકે છે. નવા ઓર્ડર મળી શકે છે. જે કાર્યો અટવાયેલા હતા તે પૂરા થશે. કોઈ નવું કામ શરૂ થઈ શકે છે જે શુભ  રહેશે. આ સાથે જ આ સમય દરમિયાન બેરોજગારોને નોકરીની નવી તકો મળી શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. નવા પ્રોજેક્ટ મળી શકે છે. આ સાથે જ આ સમય દરમિયાન તમને મહેનતની સાથે સાથે ભાગ્યનો સાથ પણ મળશે. 

મકર રાશિ
તમારા માટે પરિવર્તન રાજયોગ કરિયર અને કારોબારની રીતે શુભ સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રે સારી તક મળી શકે છે. તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને નવા નવા લોકો સાથે સંબંધ બનશે. આ સાથે જ મંગળ ગ્રહના પ્રભાવથી તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે. અચાનક અટવાયેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news