નખ કાપવા માટે છે આ સૌથી શુભ દિવસ, રવિવારે નખ કે વાળ કાપતા હો તો રહેજો સાવચેત

Best day to cut nails in islam in Gujarati:  ધર્મ-જ્યોતિષશાસ્ત્રમાં નખ કાપવાનો શુભ દિવસ અને સમય સમજાવવામાં આવ્યો છે. જો નખ યોગ્ય દિવસે અને યોગ્ય સમયે કાપવામાં આવે તો ફાયદો થાય છે.

નખ કાપવા માટે છે આ સૌથી શુભ દિવસ, રવિવારે નખ કે વાળ કાપતા હો તો રહેજો સાવચેત

Astro Tips for Nail Cutting in Gujarati:  ઘણીવાર ઘરના વડીલોને તમે એ કહેતા સાંભળ્યા હશે કે રાત્રે નખ ન કાપો કે આ દિવસે નખ ન કાપો. વડીલોની આ વાત પાછળ ઘણા કારણો છુપાયેલા છે. એટલા માટે નખ કાપવા અંગે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. ધર્મ અને જ્યોતિષ અનુસાર, સૂર્યાસ્તના સમયે અને તેના પછી એટલે કે રાત્રે નખ ક્યારેય ન કાપવા જોઈએ, તેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ગરીબી આવે છે.  અઠવાડિયાના સાત દિવસોમાં નખ કાપવાથી પણ અલગ-અલગ અસર થાય છે. તો જાણી લો નખ કાપવા માટે કયો દિવસ સૌથી શુભ છે.

નખ કાપવાનો દિવસ
અઠવાડિયાના અલગ-અલગ દિવસોમાં નખ કાપવાથી આપણા જીવન પર અલગ-અલગ અસર પડે છે. હિંદુ ધર્મ સિવાય ઇસ્લામમાં પણ નખ કાપવાનો શુભ દિવસ અને સુન્નત રીત જણાવવામાં આવી છે. આવો જાણીએ કયા દિવસે નખ કાપવાથી શું અસર થાય છે.

સોમવાર - સોમવારે નખ કાપવા સારા છે. આમ કરવાથી તમોગુણમાંથી મુક્તિ મળે છે. સોમવારનો સંબંધ ભગવાન શિવ, ચંદ્ર અને મન સાથે છે.

મંગળવાર- સામાન્ય રીતે મંગળવારે નખ કાપવાની મનાઈ છે. જ્યારે મંગળવારે નખ કાપવાથી દેવાથી રાહત મળે છે. જો કે, જે લોકો મંગળવારે હનુમાનજીનું વ્રત રાખે છે, તેમણે આ દિવસે નખ કાપવાનું ટાળવું જોઈએ.

બુધવાર- બુધવાર નખ કાપવા માટે શુભ છે. બુધવારે નખ કાપવાથી ધન પ્રાપ્ત થાય છે. કરિયરમાં ઉન્નતિ મળે છે. ધંધામાં પણ કમાણી વધે.

ગુરુવાર- ઘણા લોકો ગુરુવારે પણ નખ કાપવાની ના પાડે છે, જ્યારે ગુરુવારે નખ કાપવાથી સત્વગુણ વધે છે.

શુક્રવાર- શુક્રવાર નખ કાપવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જીવનમાં ધન, સમૃદ્ધિ, સુંદરતા વધે છે. સંબંધો મજબૂત બને છે.

શનિવાર- શનિવારે નખ ન કાપવા જોઈએ. આનાથી શનિદેવ નારાજ થાય છે. કુંડળીમાં શનિ નબળો થાય છે. શનિવારે નખ કાપવાથી માનસિક અને શારીરિક પીડા થાય છે. ધનહાનિ થવાની સંભાવના છે.

રવિવાર- રવિવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. રવિવારે નખ કાપવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટે છે, સફળતામાં અવરોધ આવે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી, રવિવાર રજાનો દિવસ છે, તેથી રવિવારે નખ અને વાળ કાપવાની ભૂલ ન કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news