April Grah Gochar 2024: એપ્રિલ મહિનામાં સૂર્ય, ગુરુ સહિતના ગ્રહોનું થશે મહાગોચર, મેષ સહિત 5 રાશિને ફળશે એપ્રિલ મહિનો
April Grah Gochar 2024: એપ્રિલ મહિનાની શરૂઆતથી અંત સુધીમાં ગ્રહોના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકો માટે એપ્રિલ મહિનો લાભકારી રહેશે. તો તમે પણ જાણો એપ્રિલ મહિનો કઈ કઈ રાશિ માટે શુભ છે.
Trending Photos
April Grah Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિના દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. એપ્રિલ મહિનામાં સૂર્ય અને ગુરુનું ગોચર થશે. ગુરુ એક વર્ષમાં રાશિ બદલે છે તેથી એપ્રિલ મહિનો આ દ્રષ્ટિએ ખૂબ જ પ્રભાવશાળી રહેશે. ગુરુ સિવાય એપ્રિલ મહિનામાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર પણ રાશિ પરિવર્તન કરશે. ગ્રહોનું આ ગોચર દરેક રાશિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડશે.
એપ્રિલ મહિનામાં ગ્રહ ગોચર
- 2 એપ્રિલ 2024 ના રોજ મેષ રાશિમાં બુધ વક્રી થશે. બુધના વક્રી થવાથી મેષ, વૃષભ, મિથુન, સિંહ, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકોને ધન લાભ થશે. સાથે જ કારકિર્દીમાં સફળતા મળવાના યોગ પણ બનશે.
- ત્યાર પછી 4 એપ્રિલની સવારે મેષ રાશિમાં બુધ વક્રી અવસ્થામાં જ અસ્ત થઈ જશે. બુધના અસ્ત થવાથી કેટલીક રાશિના લોકોના મનમાં ભય, એકાગ્રતાની ખામી જેવી સમસ્યા થઈ શકે છે. આ રાશિઓમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિનો સમાવેશ થાય છે.
- 9 એપ્રિલ 2024 ના રોજ બુધ મીન રાશિમાં ગોચર કરશે.. ત્યાર પછી 10 મે સુધી મીન રાશિમાં બુધ રહેશે જેના કારણે દરેક રાશિને અસર થશે.
- 13 એપ્રિલની રાત્રે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 14 મે સુધી સૂર્ય મેષ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ પણ સર્જાશે. જે મેષ, વૃષભ સહિત કેટલીક રાશિના લોકોને ધન લાભ કરાવશે.
- 23 એપ્રિલે રાત્રે મીન રાશિમાં મંગળ ગોચર કરશે. મંગળના રાશિ પરિવર્તનથી મીન રાશિમાં મંગળ, બુધ અને રાહુની યુતિ સર્જાશે.
- 25 એપ્રિલ 2024 ના રોજ શુક્ર ગોચર કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે.
એપ્રિલ મહિનાની ભાગ્યશાળી રાશિઓ
એપ્રિલ મહિનાની શરૂઆતથી અંત સુધીમાં ગ્રહોના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકો માટે એપ્રિલ મહિનો લાભકારી રહેશે..એપ્રિલ મહિનામાં મેષ, વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થવાના યોગ છે. આ રાશિના લોકોના અટકેલા કામ પુરા થશે અને નોકરીમાં પણ સફળતા મળશે. કામના વખાણ થશે અને વેપારમાં લાભ થશે. એપ્રિલ મહિનામાં આવક વધશે અને જીવન સ્તર પણ સુધરશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે