ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્ન

Ahmedabad Musa Suhag Dargah : અમદાવાદની મુસા સુહાગના કબ્રસ્તાનમાં ચઢાવાય છે બંગડીઓ, પતિના લાંબા આયુષ્ય માટે બંગડી ચડાવે છે મહિલાઓ, કબરો વચ્ચે ચાની ચુસ્કી માણે છે લોકો
 

ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્ન

Gujarat Tourism : અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. અહી અવનવી જગ્યાઓ આવેલી છે, જે ભૂતકાળથી પ્રખ્યાત છે. અમદાવાદની ખાંસી પીરની દરગાહ તરીકે ઓળખાતી હજરત મુબારક સઈદની આ દરગાહનું પાણી પીવાથી જૂનામાં જૂની ખાંસી મટી જાય છે. ત્યારે અમદાવાદમાં બીજી એક એવી દરગાહ આવેલી છે, જ્યાં મહિલાઓ દ્વારા બંગડીઓ ચઢાવે છે. શાહિબાગ વિસ્તારની અંદાજીત 800 વર્ષ જૂની મુસાસુહાગની દરગાહ પર પતિના લાંબા આયુષ્ય માટે હિન્દુ-મુસ્લિમઓ બંગડીઓ ચડાવવાની માનતા માને છે. અહીં પતિના લાંબા આયુષ્યની સાથે સંતાન પ્રાપ્તિ, અનાવૃષ્ટીમાં વરસાદની પણ માનતા મનાય છે. દરગાહ પર મુકેલી બંગડીઓના હાર બનાવીને વૃક્ષો પર લગાવવામાં આવે છે. બાદમાં બંગડીઓ વધે તો તેને દફનાવવામાં આવે છે.

પીર સૈયદ ઉસ્માનની દરગાહ
અમદાવાદમાં મુસા સુહાગની દરગાહ આવેલી છે.  આ જગ્યા એવી માન્યતા છે કે જો કોઈને લગ્ન માટે યોગ્ય મેચ ન મળે અને અહીં બંગડીઓ ચઢાવે તો થોડા સમયમાં લગ્ન નક્કી થઈ જશે. આ માન્યતાને પગલે ઘણી છોકરીઓ અહીં આવીને બંગડીઓ ચઢાવે છે. અહીં પરિસરમાં વૃક્ષો બંગડીઓથી ભરેલા છે, જે આનો પુરાવો છે. છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાની ઈચ્છા પૂરી થયા બાદ બંગડીઓ આપવાનું શરૂ કરી દીધું છે.

દરગાહ માટે માન્યતા
અમદાવાદમાં દુકાળ પડયો ત્યારે મુસાએ વરસાદ માટે બંદગી કરી હતી, અને ત્યાર બાદ ખુબ સારો વરસાદ થયો હતો, તે મુસાસહાગની દરગાહ ઉપર બહું  મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ મન્નત માંગવા માટે આવે છે. અને જેમની મન્નત પુરી થાય તે દરગાહ ઉપર બંગડીઓ અને સ્ત્રી શ્રૃંગારના સાધનોની ભેટ ચઢાવે છે. લોકો માથુ ટેકવવા માટે આવે છે. 

મુસાની દરગાહ કેવી રીતે બની
અમદાવાદમાં મુસાની દરગાહ છે, જેને મુસા કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. તેમને મુસા સુહાગ તરીકે ઓળકવામાં આવે છે. તેમની પાછળ સુહાગ ઈલ્કાબની કથા રસપ્રદ અને રૂહાની છે. 1391માં મુસા સુહાગનો જન્મ થયો હતો. મુસા સુહાગને આજે 568 વર્ષ થઈ ગયા છે. સુહાગ એટલે હકીકતમાં “સૌભાગ્ય” છે. સુહાગ એટલે ખુશહાલી છે. તે અપ્રભંશ થઈને સુહાગ થઈ ગયો અને તે નામથી જ મુસા સુહાગનાં નામે પ્રખ્યાત થયા. ઘટના એવી છે કે મુસા સુહાગ દિલ્હીની પ્રખ્યાત દરગાહ ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા પર હાજરી આપવા ગયા હતા. મુસા સુહાગે મઝારમાં નિઝામુદ્દીન ઓલિયાને પોતાની તરફ દૃષ્ટિ કરવા આરજ કરી. ખ્વાજા નિઝામુદ્દીન તે સમયે સ્ત્રી જેવા કપડા પહેરતા સીદીબાવાઓની સાથે રૂહાની મહેફીલમાં મસ્ત હતા. મુસા સુહાગ તરફ તેમણે કોઈ ધ્યાન કેન્દ્રીય ન કર્યું. આના કારણે મુસા સુહાગ રોષે ભરાયા. લાંબા અંતરાલ બાદ ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયાનું ધ્યાન મુસા સુહાગ પર પડ્યું તો તેમણે હાસ્ય વેર્યુ. મુસા સુહાગ વધુ રોષે ભરાયા. ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયાએ રૂહાનીરૂપે પ્રગટ થઈ કહ્યું મુસા હું તો સીદીબાવાઓની રૂહાની મહેફીલમાં તેમની સાથે હતો. આટલું સાંભળતા મુસા સુહાગે પુરુષનાં વસ્ત્રો ત્યજી દીધા અને સીદીબાવાઓ જેવાં પ્રકારનાં કપડા પહેરે તેવાં સ્ત્રીઓ જેવા કપડા પહેરી ગોળ-ગોળ ફરી નૃત્ય કરવા લાગ્યા. તેમણે સાદી બાવાઓની જેમ નાકમાં નથની અને સ્ત્રી જેવાં શણગાર પણ કર્યા હતા. ખ્વાજા નિઝામુદ્દીનની દરગાહથી મુસા સુહાગને અપંરપાર રૂહાની જ્ઞાન મળ્યું અને ત્યાર બાદ તેઓ આજીવન એ જ પોશાકમાં રહ્યા. આમ તેમને મુસા સુહાગ કહેવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news