પિતા માટે ભાગ્યશાળી હોય છે આ તારીખે જન્મેલી દીકરી, જન્મની સાથે જ બદલી દે છે પિતાનું ભાગ્ય

Birth Date Numerology:બાળકનો જન્મ થાય કે ઘરમાં સુખ સમૃદ્ધિ વધી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્રમાં આ વાતને સાચી કહેવામાં આવી છે. અંકશાસ્ત્ર અનુસાર કેટલીક તારીખોમાં જન્મેલા સંતાન તેમના માતા-પિતા માટે ભાગ્યશાળી હોય છે.

પિતા માટે ભાગ્યશાળી હોય છે આ તારીખે જન્મેલી દીકરી, જન્મની સાથે જ બદલી દે છે પિતાનું ભાગ્ય

Birth Date Numerology: ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કેટલાક બાળકો માતા પિતા માટે લકી હોય છે. બાળકનો જન્મ થાય કે ઘરમાં સુખ સમૃદ્ધિ વધી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્રમાં આ વાતને સાચી કહેવામાં આવી છે. અંકશાસ્ત્ર અનુસાર કેટલીક તારીખોમાં જન્મેલા સંતાન તેમના માતા-પિતા માટે ભાગ્યશાળી હોય છે. ખાસ કરીને કેટલીક તારીખો એવી છે જે તારીખે જન્મેલી દીકરી તેના પિતા માટે ભાગ્યશાળી સાબિત થાય છે.

આ પણ વાંચો:

આમ તો દીકરી પોતાના પિતાની સૌથી વધારે નજીક હોય છે. પરંતુ અંકશાસ્ત્ર અનુસાર કેટલાક મૂળાંક એવા છે જે દીકરી અને પિતાના સંબંધને વધારે ખાસ બનાવે છે. જેમ કે 3, 12, 21 અને 30 આ તારીખો એ જન્મેલી દીકરી પિતાનું ભાગ્ય બદલી દે છે. આ તારીખનો મૂળાંક 3 થાય છે. મૂળાંક 3 ની દીકરીની ખાસિયત એ હોય છે કે તે મજબૂત ઇરાદા વાળી, એકાગ્રતા વાળી અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરનાર બને છે. આ તારીખે જન્મેલી દીકરીઓ તેના પિતા માટે ખૂબ જ ખાસ હોય છે.

તે પોતાના પિતાનું નામ સમાજમાં રોશન કરે છે. મૂળાંક ત્રણ વાળી દીકરીઓ બુદ્ધિમાન હોય છે અને પિતા માટે લકી ચાર્મ સાબિત થાય છે. જ્યારથી તેમનો જન્મ થાય છે ત્યારથી ઘરમાં ધન સમૃદ્ધિમાં વધારો થાય છે.

તેમનું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી બને છે. આ દીકરીઓને સમાજમાં માન સન્માન મળે છે અને તેમના ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે તેમને જીવનમાં ક્યારેય ધન સમૃદ્ધિની ખામી રહેતી નથી તેઓ કારકિર્દીમાં પણ સફળ થાય છે.

મૂળાંક 3 ની દીકરીઓ સાહસી અને નીડર હોય છે તે દરેક પડકારનો સામનો સારી રીતે કરે છે. તે પોતાના ઘર અને પરિવાર માટે ખુશીઓનો ખજાનો બને છે.

 

 નોંધ- (આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. જેની ઝી ન્યુઝ પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news