Surya Gochar 2023: 17 ઓક્ટોબર સુધીનો સમય આ 3 રાશિના લોકો માટે ભયંકર, ડગલેને પગલે કરવો પડશે સંકટનો સામનો
Surya Gochar 2023: રાશિચક્રની 3 રાશિ એવી છે જેમના જીવનમાં સૂર્યના રાશિ પરિવર્તન પછી સમસ્યાઓ વધી જશે. આ રાશિના લોકોને ડગલેને પગલે પડકારોનો સામનો કરવો પડી શકે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોને કેવી સમસ્યાઓ થઈ શકે છે અને તેનાથી બચવા માટે શું કરવું જાણો વિગતવાર.
Trending Photos
Surya Gochar 2023: ગ્રહોના રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. આ ક્રમમાં 17 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે. કન્યા રાશિમાં સૂર્ય 18 ઓક્ટોબર સુધી રહેશે અને પછી રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતનું સૂર્યનું રાશિ પરિવર્તન ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ કષ્ટકારી રહેવાનું છે.
રાશિચક્રની 3 રાશિ એવી છે જેમના જીવનમાં સૂર્યના રાશિ પરિવર્તન પછી સમસ્યાઓ વધી જશે. આ રાશિના લોકોને ડગલેને પગલે પડકારોનો સામનો કરવો પડી શકે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોને કેવી સમસ્યાઓ થઈ શકે છે અને તેનાથી બચવા માટે શું કરવું જાણો વિગતવાર.
આ પણ વાંચો:
તુલા રાશિ
સૂર્ય નું રાશિ પરિવર્તન આ રાશિના લોકોને પૈસા સંબંધિત સમસ્યાઓ આપી શકે છે. ઉધાર આપેલા પૈસા ડૂબી શકે છે. રોકાણ પણ નુકસાનકારી સાબિત થશે. વેપારમાં પણ નુકસાન થઈ શકે છે. વેપારમાં પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. જેના કારણે બિઝનેસ પર પણ અસર થશે. ઘરમાં પણ તંગ વાતાવરણ રહી શકે છે. સૂર્યની આ નકારાત્મક અસરથી બચવા માટે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનું રોકાણ ટાળો. આ સિવાય માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
કુંભ રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. સૂર્યના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના લોકોને પણ અશુભ પરિણામ મળી શકે છે. આ સમય દરમિયાન તમે જે પણ નિર્ણય લેશો તેમાં નુકસાન થવાની આશંકા છે. ભાઈ બહેનો સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન ક્રોધ પર કાબુ રાખવો અને સંયમિત રહેવું. સાથે જ નિયમિત સૂર્ય ભગવાનની પૂજા કરવી.
મીન રાશિ
સૂર્યના રાશિ પરિવર્તનના કારણે પારિવારિક જીવન પર વિપરીત પ્રભાવ જોવા મળી શકે છે. જીવનસાથી સાથે સાથે ગંભીર મતભેદ થઈ શકે છે. ઘરમાં આર્થિક તંગી ની શરૂઆત થઈ શકે છે. માનસિક સ્ટ્રેસ વધી શકે છે જેના કારણે તબિયત પર પણ અસર થઈ શકે છે. આ સમય દરમિયાન વાણી પર નિયંત્રણ રાખવું અને કાર્ય સ્થળ પર કામને લઈને ગંભીરતા દાખવવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે