Relationship: આખરે મોટી ઉંમરની મહિલાઓ પર કેમ લટ્ટુ થઈ જાય છે પુરુષો? આ કારણો પણ જાણવા જેવા છે

પહેલાના જમાનામાં લગ્ન વખતે ઉંમર ખુબ મહત્વની બની રહેતી હતી. યુવતીની ઉંમર યુવક કરતા લગ્ન સમય નાની હોવી જોઈએ એવું માનવામાં આવતું હતું. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. પસંદગી વધુ ધ્યાનમાં લેવામાં આવે છે.  ત્યારે એ જાણવું પણ મહત્વનું બની રહે છે કે આખરે પુરુષોને પણ પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ કેમ પસંદ પડે છે. કેટલાક કારણોથી જાણવાનો પ્રયત્ન કરીએ. 

Relationship: આખરે મોટી ઉંમરની મહિલાઓ પર કેમ લટ્ટુ થઈ જાય છે પુરુષો? આ કારણો પણ જાણવા જેવા છે

પ્રેમ થઈ જાય ત્યારે ઉંમર, જાતિ, રંગ રૂપ...કશું ધ્યાનમાં આવતું નથી. પ્રેમ તો બસ પ્રેમ છે અને તે થઈ જાય છે. ક્યારેય એવું પણ જોવા મળે છે કે યુવતીઓને તેમના કરતા મોટી ઉંમરના પુરુષો ગમતા હોય તો ક્યારેક મહિલાઓને નાની ઉંમરના પુરુષો વધુ ગમતા હોય છે. પહેલાના જમાનામાં લગ્ન વખતે ઉંમર ખુબ મહત્વની બની રહેતી હતી. યુવતીની ઉંમર યુવક કરતા લગ્ન સમય નાની હોવી જોઈએ એવું માનવામાં આવતું હતું. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. પસંદગી વધુ ધ્યાનમાં લેવામાં આવે છે.  ત્યારે એ જાણવું પણ મહત્વનું બની રહે છે કે આખરે પુરુષોને પણ પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ કેમ પસંદ પડે છે. કેટલાક કારણોથી જાણવાનો પ્રયત્ન કરીએ. 

બોલીવુડના વિક્કી કૌશલ હોય કે પછી હોલિવુડના નિક જોનાસ.. જોવા મળે છે કે પુરુષો અનેક વખત પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષિત થાય છે. ફિલ્મોથી લઈને ખેલ જગત અને બિઝનેસ વર્લ્ડમાં પણ પુરુષોની પહેલી પસંદ તેમનાથી મોટી ઉમરની મહિલા પાર્ટનર અનેકવાર જોવા મળી છે. સામાન્ય રીતે મોટી ઉંમરની મહિલાઓમાં જીવન અને સંબંધોને લઈને સમજદારી અને અનુભવ વધુ હોય છે. 

ખાસ કરીને એવી કેટલીક વસ્તુઓ હોય છે જે અનેક પુરુષોને પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ તરફ ખેંચે છે. જેમ કે આઝાદી ગમતી હોય, પરિપકવતા, નાની નાની ચીજોની પરવા ન કરનારા લોકો....વગેરે મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષાતા હોય છે. બીજી બાજુ મોટી ઉંમરની મહિલાઓ પણ પોતાના પુરુષ જીવનસાથી પર સંપૂર્ણ રીતે નિર્ભર નથી હોતી. તે પુરુષ સાથી પાસે મદદ માંગ્યા વગર કપરી પરિસ્થિતિઓ સાથે તાલમેળ બેસાડી શકે છે. જો કે બધા પુરુષો આ રીતે મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષાય તેવું પણ હોતું નથી. 

જીવનનો સારો અનુભવ હોય છે
મોટી ઉંમરની મહિલાઓ દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં પોતાને જલદી ઢાળે છે અને વધુ જવાબદાર હોય છે. દુનિયાને લઈને તેનો એક અલગ દ્રષ્ટિકોણ હોય છે. જે ફિલોસોફિસલ વાતોને આપણે પુસ્તકોમાં વાચીએ છીએ તેને તે વાસ્તવમાં જીવતી હોય છે. આવામાં તે છોકરાઓે પોતાની સાથે વધુ સિક્યોર મહેસૂસ કરાવે છે. 

સંબંધમાં ઈન્સિક્યોરિટી રહેતી નથી
પ્રેમ અને રોમાંસના મામલામાં વધુ અનુભવ હોય છે. આવામાં મહિલાઓ વધુ સ્થિર અને ઓછી ઈનસિક્યોર હોય છે. તેમનામાં એકલા રહેવાનો ડર ખતમ થઈ જાય છે. તેમને ખબર હોય છે કે રિલેશનશીપમાં પોતાનું સ્વાભિમાન ખોયા વગર પાર્ટનરને ખુશ કેવી રીતે કરવો. 

મની પ્રોબ્લમ હોતો નથી
મહિલાઓ તુલનાત્મક રીતે પુરુષો કરતા જલદી પોતાની કરિયરમાં સેટ થઈ જાય છે. આવામાં છોકરાઓ તેમના પ્રત્યે વધુ આકર્ષાય છે. કારણ કે તેમને ખબર હોય છે કે તે મહિલા પૈસા માટે રિલેશનશીપમાં નથી. આ ઉપરાંત જરૂર પડ્યે મદદ કરવાની સ્થિતિમાં પણ હશે. 

વધુ સમજદાર અને સપોર્ટિવ
મોટી ઉંમરની મહિલાઓ સેલ્ફ સેન્ટર્ડ હોતી નથી. જે યંગ એજમાં હોવું થોડું મુશ્કેલ છે. આવામાં રિલેશનશીપમાં કઈક ખોટું થઈ જાય તો તે તેને સારી રીતે ડીલ કરી શકે છે. પોતાના પાર્ટનર પ્રત્યે વધુ સપોર્ટિવ રહે છે અને તેને સમજે છે. 

વધુ ઈમાનદાર?
આમ તો જો કે ઈમાનદારીને ઉંમર સાથે કોઈ સંબંધ હોતો નથી. પરંતુ જેમ જેમ ઉંમર વીતે એમ સમજ વધે તેમ તેમ ઈમાનદારીની ભાવના પણ વધતી હોય છે. સમજ સામાન્ય રીતે ઉંમર વધે તેમ આવે તેવું કહેવાય છે. આથી છોકરાઓ મોટી ઉંમરની મહિલાઓ સાથે રહેવામાં વધુ કમ્ફર્ટેબલ અનુભવતા હોય છે. કારણ કે તેમને સંબંધમાં દગો થવાની સંભાવના ઓછી લાગતી હોય છે.  આ ઉપરાંત મોટી ઉંમરની મહિલાઓ નાની ઉંમરની મહિલાઓની સરખામણીમાં પુરુષો જોડે જલદી ઈન્ટીમેટ પણ થઈ જાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news