Relationship Tips: રિલેશનશિપમાં પુરુષો શા માટે કરે છે ચીટીંગ ? આ 5 કારણ જાણવા જેવા છે
Cheating In Relationship: એક સંબંધમાં હોવા છતાં પુરુષો ઝડપથી બીજું અફેર શરૂ કરી શકે છે. આવું થાય ત્યારે પ્રશ્ન થાય કે પુરુષ સંબંધોમાં વધારે ચીટીંગ શા માટે કરે છે ? સમાજમાં એવી ધારણા પણ છે કે પુરુષનો સ્વભાવ જ ચીટીંગ કરવાનો હોય છે. પરંતુ આવું થવા પાછળ પાંચ ચોંકાવનારા કારણ જવાબદાર છે
Trending Photos
Cheating In Relationship: સંબંધોમાં વિશ્વાસ અને ઈમાનદારી જરૂરી હોય છે. તેના પર જ સંબંધ ટકેલો હોય છે. પરંતુ જ્યારે સંબંધમાં વિશ્વાસ તૂટે છે તો અનેક પ્રશ્નો ઊભા થાય છે. મોટાભાગે એવું જોવા મળે છે કે સંબંધોમાં પુરુષો ચિટિંગ કરતા હોય છે. એક સંબંધમાં હોવા છતાં પુરુષો ઝડપથી બીજું અફેર શરૂ કરી શકે છે. આવું થાય ત્યારે પ્રશ્ન થાય કે પુરુષ સંબંધોમાં વધારે ચીટીંગ શા માટે કરે છે ? સમાજમાં એવી ધારણા પણ છે કે પુરુષનો સ્વભાવ જ ચીટીંગ કરવાનો હોય છે. પરંતુ આવું થવા પાછળ પાંચ ચોંકાવનારા કારણ જવાબદાર છે જેને મોટાભાગે લોકો ધ્યાનમાં લેતા નથી.
પુરુષનું અફેર શરૂ થાય તેની પાછળ દર વખતે આકર્ષણ કે નવી શરૂઆતની ઈચ્છા જવાબદાર નથી હોતી. ઘણી વખત કેટલાક મનોવૈજ્ઞાનિક અને ઈમોશનલ કારણ પણ અસર માટે જવાબદાર હોય છે. આ કારણે એવા છે જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. આજે તમને પાંચ એવા કારણ વિશે જણાવીએ જે પુરુષોના અફેર માટે જવાબદાર હોઈ શકે છે.
ઈમોશનલ અસંતોષ
પુરુષોને પણ ઈમોશનલ સપોર્ટની જરૂર હોય છે. જ્યારે કોઈ પુરુષને સંબંધમાં ઈમોશનલ સંતોષ મળતો નથી ત્યારે તે અન્ય વ્યક્તિ સાથે જોડાય તેવી સંભાવના વધી જાય છે. જ્યારે પુરુષ પોતાના સાથી સાથે ઈમોશનલ કનેક્શન અનુભવ ન કરે તો પછી તે બીજી જગ્યાએ ઇમોશનલ સપોર્ટ શોધવા લાગે છે.
આત્મસન્માનની ખામી
જ્યારે પુરુષ પોતે સફળ, આકર્ષક કે સક્ષમ નથી તેવું અનુભવ કરે છે તો પોતાનો આત્મસન્માન વધારવા માટે તે ચીટીંગ કરી શકે છે. અફેર કે ચીટીંગ કરીને પુરુષ પોતાની મર્દાનગી સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.
ઉત્તેજના
પુરુષો મોટાભાગે ત્યારે ચીટીંગ કરે છે જ્યારે તે પોતાના સંબંધોમાં ઉત્તેજનાની ખામી અનુભવે છે. નવો સંબંધ અને નવી વ્યક્તિ જીવનમાં નવી એનર્જી અને ઉત્સાહ લાવે છે. જ્યારે પુરુષને તેનું રૂટિન બોરિંગ લાગવા લાગે તો અફેરની શક્યતા વધી જાય છે.
તકવાદી
ઘણા પુરુષો માટે ચીટીંગ ફક્ત એક તક હોય છે. પુરુષોને એવી એક તક મળવી જોઈએ જેમાં તે અન્ય વ્યક્તિની નજીક આવી જાય. જે પુરુષનો સ્વભાવ આવ્યો હોય છે તે વારંવાર ચીટીંગ કરે છે.
સેક્સ્યુઅલ ડાઈવર્સીટી
ઘણા પુરુષો એક જ વ્યક્તિ સાથે યૌન સંબંધ બનાવીને કંટાળી જાય છે. આવી માનસિકતા વાળા પુરુષો શારીરિક આકર્ષણના આધારે ચીટીંગ કરતા હોય છે. સેક્સ્યુઅલ ડાઈવર્સિટી માટે ઘણા પુરુષો ચીટીંગ કરે છે. આવો સ્વભાવ હોય તે પુરુષ ફક્ત શારીરિક સંબંધોના આકર્ષણ માટે અન્યની નજીક જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે