Relationship Tips: રિલેશનશીપમાં તમારી સાથે આવું થતું હોય તો સમજી લેજો તમારો થઈ રહ્યો છે ઉપયોગ

Relationship Tips: ઘણીવાર અજાણતા એવા સંબંધની શરુઆત થઈ જાય છે જેમાં ફક્ત લાગે છે કે સાચો પ્રેમ છે. પરંતુ હકીકતમાં પાર્ટનર ફક્ત પોતાના ફાયદા માટે બીજી વ્યક્તિનો ઉપયોગ કરે છે. આવા સંબંધોને કેવી રીતે ઓળખવા ચાલો તમને જણાવીએ. 

Relationship Tips: રિલેશનશીપમાં તમારી સાથે આવું થતું હોય તો સમજી લેજો તમારો થઈ રહ્યો છે ઉપયોગ

Relationship Tips: જ્યારે બે લોકો રિલેશનશીપમાં હોય છે તો સમય ખૂબ જ ખાસ હોય છે. પરંતુ સંબંધો લાંબા સમય સુધી સારા રહે તે માટે એકબીજા સાથે તાલમેલ સારો હોવો જોઈએ, બે વ્યક્તિ વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોવા જોઈએ. મોટાભાગના સંબંધોમાં લાગણી બંને તરફ હોય છે. પરંતુ કેટલાક સંબંધોમાં લાગણી એક તરફથી જ હોય છે અને બીજા વ્યક્તિને માત્ર સ્વાર્થ હોય છે.

જો તમે ખોટા વ્યક્તિ સાથે ખોટા સંબંધમાં છો તો તે રિલેશનશીપ પ્રેમ માટે નહીં હોય. ઘણીવાર લોકો રિલેશનશીપ પ્રેમ હોય તે માટે નહીં પરંતુ સામેની વ્યક્તિનો ઉપયોગ કરવા માટે રાખે છે. આ ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે. પરંતુ જ્યારે સંબંધો આવા સ્વાર્થ પર ટકેલા હોય ત્યારે તમને કેટલાક સંકેતો મળે છે. જો કોઈપણ વ્યક્તિને સંબંધોમાં આવા સંકેત મળે તો તેણે સમય રહેતા જ સમજી જવું જોઈએ.

લાગણીની કદર ન કરવી

રિલેશનશીપમાં ઈમોશનલ સપોર્ટ જરૂરી છે. જો સામેની વ્યક્તિ તમારો ઉપયોગ કરતી હશે તો તેને તમારી લાગણીની પડી નહીં હોય. તમને શું લાગે છે, તમારી ઈચ્છા શું છે તેની ચિંતા તેને નહીં હોય. તે ક્યારેય લાગણીની કદર કરશે નહીં. 

જરૂર પડે ત્યારે જ યાદ કરશે

પાર્ટનર જો સાચો પ્રેમ કરતો હશે તો હંમેશા તમારો સાથ આપશે. પરંતુ જ્યારે રિલેશનશીપ ઉપયોગ કરવા માટે હોય છે ત્યારે પાર્ટનર તમને જરૂર પડશે ત્યારે જ યાદ કરશે. ત્યાં સુધી તે પોતાની દુનિયામાં મસ્ત રહેશે.

ફ્યુચરનો કોઈ પ્લાન નહીં હોય

જે વ્યક્તિ દિલથી તમને પ્રેમ કરે છે તે પોતાનું ફ્યુચર તમારી સાથે જોવે છે. પરંતુ જે વ્યક્તિએ સંબંધો માત્ર ઉપયોગ માટે રાખ્યા હશે તે ક્યારેય ભવિષ્ય વિશે પ્લાન નહીં કરે અને ભવિષ્યને લઈને ચર્ચા પણ નહીં કરે.

પોતાનું કામ કઢાવવું

આવા લોકો પોતાનું કામ કઢાવવા માટે એડી-ચોટીનું જોર લગાવી દેશે. પોતાનું ધાર્યું કરાવવા તે તમને ઈમોશન પણ કરશે. પોતાનું કામ થઈ જશે પછી તેના વર્તનમાં તુરંત ફેરફાર જોવા મળશે. આવા લોકો સ્વાર્થી હોય છે.

તમને હંમેશા ઓછા ગણશે

જે વ્યક્તિ સ્વાર્થી હોય છે અને સંબંધોમાં તમારો ઉપયોગ કરતી હોય છે તે તમારી સાથે એવી રીતે રહેશે જાણે રિલેશનશીપ રાખી તેણે તમારી પર ઉપકાર કર્યો હોય. તે હંમેશા તમને પોતાનાથી નીચા ગણશે અને અનુભવ કરાવશે કે તમે કંઈ ખાસ નથી તેમ છતા તે તમારી સાથે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news