Honeymoon: શરમાળ સ્વભાવ હનીમૂનની મજા બગાડશે, શરમ છોડી હનીમૂન માણવા કરો આ કામ
Tips For Honeymoon:હનીમૂન પર એવા લોકોને વધારે તકલીફ પડે છે જેમનો સ્વભાવ શરમાળ હોય. ઘણી વખત શરમાળ સ્વભાવના કારણે હનીમૂનની મજા બગડી જાય છે.
Trending Photos
Tips For Honeymoon: દરેક કપલને લગ્ન પછી હનીમૂન પર જવાની આતુરતા હોય છે. હનીમૂન એવો સમય હોય છે જ્યાં ફક્ત પતિ પત્ની એકબીજા સાથે સમય પસાર કરે છે. આ સમય જીવનનો અણમોલ સમય હોય છે. તેથી દરેક કપલ આ ક્ષણનો આનંદ લેવા માંગે છે. પરંતુ હનીમૂન પર એવા લોકોને વધારે તકલીફ પડે છે જેમનો સ્વભાવ શરમાળ હોય. ઘણી વખત શરમાળ સ્વભાવના કારણે હનીમૂનની મજા બગડી જાય છે. જોકે શરમાળ સ્વભાવના લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી આજે તમને કેટલીક એવી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરીને તમે હનીમૂનને યાદગાર બનાવી શકો છો.
ખુલીને વાતચીત કરો
હનીમૂન પર એકબીજાની સાથે મુક્ત મને વાતચીત કરવાની શરૂઆત કરો. ખુલીને પાર્ટનર સાથે વાતચીત કરશો તો બંને વચ્ચેનો સંબંધ ગાઢ પણ થશે અને ધીરે ધીરે શરમ સંકોચ દૂર થવા લાગશે.
એક્સાઇટીંગ એક્ટિવિટીઝ કરો
હનીમૂન પર જઈને એડવેન્ચર એક્ટિવિટી જેમ કે બોટિંગ, ટ્રેકિંગ કે અન્ય એક્ટિવિટીમાં એકબીજાની સાથે ભાગ લો. આમ કરવાથી એકબીજાની નજીક આવવાનો મોકો મળશે.
સરપ્રાઈઝ પ્લાન કરો
હનીમૂન પર પોતાના પાર્ટનર માટે સરપ્રાઈઝ પ્લાન કરો. પાર્ટનરનું ફેવરેટ ફૂડ ઓર્ડર કરો, કોઈ ખાસ જગ્યાની મુલાકાત પ્લાન કરો કે પછી તેના માટે કંઈ સરપ્રાઈઝિંગ કામ કરો. આમ કરવાથી શરમ પણ ધીરે ધીરે ઓછી થશે અને બંને વચ્ચેનું કનેક્શન ગાઢ બનશે.
રોમેન્ટિક માહોલ બનાવો
જો તમને પાર્ટનર સામે પોતાની લાગણીને વ્યક્ત કરવામાં શરમ આવતી હોય તો તમે રોમેન્ટિક માહોલ ક્રિએટ કરીને કહ્યા વિના પણ તમારી લાગણીને વ્યક્ત કરી શકો છો. તેના માટે હોટલના રૂમને કેન્ડલ, ફુલથી ડેકોરેટ કરો અને રોમેન્ટિક મ્યુઝિક પ્લે કરો. તેનાથી તમારે કંઈ બોલવું પણ નહીં પડે અને માહોલ જામી જશે.
દરેક ક્ષણનો આનંદ માણો
હનીમૂન પર પાર્ટનર સાથે નાની નાની ક્ષણોનો પણ આનંદ માણો. સવારની ચા હોય કે સાંજે ફરવા જવું.. જ્યારે પણ પાર્ટનર તમારી સાથે સમય પસાર કરવામાં રસ દાખવે તો તેને સપોર્ટ કરો અને તેની સાથે દરેક ક્ષણને માણો. ઘણી વખત કપલ હનીમૂનના વધારે પડતા ઉત્સાહમાં નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું ચૂકી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે