IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા ભારે પડ્યું

IND vs AUS 2nd Test, Day 3 Highlights: એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને અઢી દિવસમાં 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ જોરદાર પુનરાગમન કર્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી

IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા ભારે પડ્યું

India vs Australia 2nd Test Live Cricket Score Day 3: એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને અઢી દિવસમાં 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ જોરદાર પુનરાગમન કર્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયાના બોલરોએ પાયમાલી મચાવી દીધી હતી અને એડિલેડ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પહેલા જ સેશનમાં ટીમ ઈન્ડિયાને બીજા દાવમાં 175 રનમાં આઉટ કરી દીધી હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં પેટ કમિન્સે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કોટ બોલેન્ડે 3 વિકેટ લીધી હતી. આ સિવાય મિચેલ સ્ટાર્કને 2 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચ જીતવા માટે 19 રનનો ટાર્ગેટ હતો. આ પછી કાંગારુ બેટ્સમેનોએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી વિજય નોંધાવ્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા અને 157 રનની મોટી લીડ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ઓસ્ટ્રેલિયાના બોલરોએ તબાહી મચાવી હતી અને ટીમ ઈન્ડિયાને બીજી ઈનિંગમાં 175 રનમાં આઉટ કરી દીધી હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે બીજી ઇનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે સ્કોટ બોલેન્ડે 3 વિકેટ લીધી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા અને 157 રનની મોટી લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાને હવે આ ટેસ્ટ મેચ જીતવા માટે 19 રનનો ટાર્ગેટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news