પતિને વિદેશમાં બંધક બનાવી પત્નીને કહ્યું એક રાત વિતાવ તો જ છોડીશું, રાખી શરમજનક શરતો
ગમે તેમ કરીને વિઝા મેળવીને વિદેશમાં તગડી કમાણી કરવાનું વિચારતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો. નોકરી આપવાનું કહીને એજન્ટે પતિને વિદેશ મોકલ્યો, અને પાછળ તો તેની પત્ની પાસે કરી અઘઠીત માંગણીઓ...
Trending Photos
નવી દિલ્લીઃ બદલાતા સમયની સાથે લોકી માનસિકતા પણ સતત બદલાઈ રહી છે. ખાસ કરીને પૈસા કમાવવા લોકો હવે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા થયા છે. એવામાં જેની પાસે પૈસા છે તે બીજા લોકોનું શોષણ કરતા થયા છે. કઈ રીતે નાના માણસને હેરાન કરી શકાય, કઈ રીતે તેની વસ્તુ પર તરાપ મારી શકાય તે અંગે માનસિકતા વધી રહી છે. આવી સ્થિતિમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વ્યકિતે પતિને બંધક બનાવીને તેની પત્ની પાસે શારીરિક તૃપ્તી આપવાની શરત રાખી છે. શું છે સમગ્ર મામલો વાંચો આ અહેવાલમાં...
પતિને બંધક બનાવી પત્ની પાસે કરી શરીરસુખની માંગણીઃ
ગોરખપુરના એક ગામમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 7 મહિના પહેલા ગામના કેટલાક લોકોએ તેના પતિને નોકરી અપાવવાના નામે વિદેશ મોકલી દીધા હતા. જેની સામે તેઓએ ₹80 હજાર લીધા અને હવે તેને બંધક બનાવીને ₹1 લાખની માંગણી કરી રહ્યાં છે. જે પૂરી કરી દેવાઈ હોવા છતાં તે મારા પતિને છોડવાના નામે મારી સાથે રાત વિતાવવાની માંગણી કરી રહયા છે.
વિદેશની નોકરીનો મોહ પતિ-પત્નીને ભારે પડ્યોઃ
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગામના કેટલાક લોકોએ નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિને વિદેશ મોકલ્યો અને ત્યાં કામ કર્યા બાદ તેનો પગાર પણ ન આપ્યો. હવે તેને બંધક બનાવીને તેની પત્ની પાસેથી 1 લાખ રૂપિયા પણ વસૂલ કર્યા હતા. આમ છતાં તે પતિને છોડી દેવા સામે પત્નીને એક રાત વિતાવવા માટે માગણી કરી રહ્યાં છે. આ માટે પત્નીને લખનઉ બોલાવી રહ્યા છે. પોલીસ પીડિતાની ફરિયાદના આધારે કેસની તપાસ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનો કિસ્સોઃ
ગોરખપુરના ગગહા પોલીસ સ્ટેશન વિસ્તારના સિહોદવાની રહેવાસી એક મહિલાએ રવિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગામના કેટલાક લોકોએ 7 મહિના પહેલા તેને વિદેશમાં નોકરી અપાવવા માટે તેના પતિ પાસેથી 80 હજાર રૂપિયા લીધા હતા. છેતરપિંડી કરીને તેને ટુરિસ્ટ વિઝા પર દુબઈ મોકલ્યો હતો. ત્યાં તેને કામ કરાવવામાં આવ્યું અને પગાર પણ ન અપાયો. જ્યારે તેઓએ આનો વિરોધ કર્યો ત્યારે તેમને બંધક બનાવીને તેઓ મારા ઘરે આવ્યા અને મારા પતિને છોડવાના બદલામાં મારી પાસેથી એક લાખ રૂપિયા લઈ ગયા હતા.
મહિલાએ જણાવ્યું કે આટલું છતાં તેમને હજુ સુધી છોડવામાં આવી રહ્યાં નથી અને તેને વીડિયો કોલ દ્વારા લખનઉ બોલાવવામાં આવી રહી છે. આરોપીઓ મારી સાથે શારીરિક સંબંધોની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે હવે તમારા પતિને આ શરતે છોડવામાં આવશે. ગગહા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક સિંહે જણાવ્યું કે મહિલા તરફથી ફરિયાદ મળી છે. કેસની તપાસ ચાલી રહી છે. જો દોષી સાબિત થશે તો આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે