Micro Cheating: પાર્ટનર તમારી સાથે કરે આવું વર્તન તો સમજી લેજો તમારી સાથે થઈ રહી છે માઈક્રો ચીટિંગ

Micro Cheating: માઈક્રો ચીટિંગમાં સામેની વ્યક્તિને અંદાજ પણ નથી આવતો કે તેની સાથે શું થઈ રહ્યું છે. બધુ બરાબર ચાલતું હોય પરંતુ અચાનક જ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના સ્વભાવમાં કે વર્તનમાં આવા ફેરફાર જોવા મળે તો તુરંત જ સાવધાન થઇ જવું.

Micro Cheating: પાર્ટનર તમારી સાથે કરે આવું વર્તન તો સમજી લેજો તમારી સાથે થઈ રહી છે માઈક્રો ચીટિંગ

Micro Cheating: રિલેશનશિપમાં કોઈ વ્યક્તિ સાથે માઇક્રો ચિટિંગ થતી હોય તો તેને ખબર પણ નથી પડતી. માઈક્રો ચીટિંગમાં સામેની વ્યક્તિને અંદાજ પણ નથી આવતો કે તેની સાથે શું થઈ રહ્યું છે. બધુ બરાબર ચાલતું હોય પરંતુ અચાનક જ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના સ્વભાવમાં કેટલાક ફેરફાર જોવા મળે તો તુરંત જ સાવધાન થઇ જવું. જ્યારે રિલેશનશિપમાં માઈક્રો ચીટીંગ શરૂ થાય છે તો કેટલાક લક્ષણો જોવા મળે છે. માઈક્રો ચીટિંગમાં જરૂરી નથી કે પાર્ટનર અન્ય સાથે રિલેશનશીપમાં હોય. પાર્ટનર તમારાથી સતત દુર રહેવા લાગે અને અહીં દર્શાવેલા કામ કરે તેને પણ માઈક્રો ચીટિંગ કહેવાય છે. આજે તમને માઈક્રો ચીટિંગના લક્ષણો જણાવીએ. જો તમારા પાર્ટનર પણ આવું કરતા હોય તો સમજી લેજો કે તમે પણ માઈક્રો ચીટિંગના શિકાર છો. 

એક્સને સ્ટોક કરવા

જો પાર્ટનર તમારી સાથે રિલેશનશિપમાં હોવા છતાં પણ પોતાની એક્સને સ્ટોક કરે કે તેની સાથે વાતચીત કરે તો તેને માઈક્રો ચીટિંગ કહેવાય છે. પોતાના એક્સના ફોટોને લાઈક કરવા તેના પર કમેન્ટ કરવીએ પણ માઈક્રો ચીટીંગ ફેસમાં આવે છે. 

ડેટિંગ એપ પર પ્રોફાઈલ 

જો તમારી સાથે રિલેશનશિપમાં હોવા છતાં તમારો પાર્ટનર ડેટિંગ એપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને મજા કરે છે તો તમે માઈક્રો ચીટીંગના શિકાર થઈ રહ્યા છો. 

વાતો છુપાવવી 

રોજની નાની નાની વાતો ઠીક છે પરંતુ મહત્વની વાતો પણ તમારો પાર્ટનર તમારી સાથે શેર ન કરે અને અન્ય કોઈ સાથે કરે તો સમજી લેજો કે તમારી સાથે માઈક્રો ચીટિંગ થઈ રહી છે. ઘણી વખત એવું પણ થાય કે પાર્ટનરની મહત્વની વાતો તમને તેના મિત્રોના સંપર્કમાં આવ્યા પછી ખબર પડે આ સ્થિતિ રિલેશનશિપ માટે ખૂબ જ ખરાબ સાબિત થાય છે. 

વાત વાત પર ઝઘડા 

કપલ વચ્ચે ઝઘડા થાય તે તો સામાન્ય છે પરંતુ જો તમારો પાર્ટનર નાની નાની વાતમાં પણ ઝગડવા લાગે તો સમજી લેજો કે તેના વિચાર બદલી ગયા છે. પાર્ટનર સતત ઝઘડા કરીને પ્રયત્ન કરે છે કે રિલેશનશિપ ઝડપથી તૂટી જાય. 

ફોનમાં સતત બીજી 

જો તમારો પાર્ટનર આખો દિવસ ચેટ કરવામાં કે કોલ કરવામાં બીઝી રહેતો હોય અને તમે તેની સાથે વાત કરો તો તે કોઈને કોઈ બહાનું કરીને વાત ટાળે તો સમજી લેજો કે તમારી સાથે માઈક્રો ચીટીંગ થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news